ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pushkar Holi 2024 : મથુરા અને પુષ્કરમા કેવી રીતે ઉજવવામાં આવે છે હોળી

Pushkar Holi 2024  :  હિન્દુા સંસ્કૃાતિના પ્રત્યેિક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ તરીકે ઉજવાય છે. બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિનને ધૂળેટી તરીકે દેશભરમાં રંગેચંગે ઉજવાય છે. ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને પ્રેમનું મહત્વ ખાસ કરીને...
11:29 PM Mar 16, 2024 IST | Hiren Dave
Holi Festival

Pushkar Holi 2024  :  હિન્દુા સંસ્કૃાતિના પ્રત્યેિક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ તરીકે ઉજવાય છે. બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિનને ધૂળેટી તરીકે દેશભરમાં રંગેચંગે ઉજવાય છે. ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને પ્રેમનું મહત્વ ખાસ કરીને કાર્યક્રમો યોજાય છે. મથુરાની હોળી માત્ર એક ધાર્મિક તહેવાર નથી.પરંતુ તે એક સામાજિક, સાંસ્કૃતિક અને પરંપરાગત તહેવાર પણ છે.

 

બરસાના અને નંદગાંવની (Vrindavan )હોળી લીલા પછી ભક્તો બાંકે બિહારીની હોળી રમવા આવે છે. બાંકે બિહારી મંદિરની બહાર ગલીઓમાં દોઢ કિમી લાંબી કતારો જોવા મળતી હોય છે. વૃંદાવનના દરેક મંદિરમાં રંગોની વર્ષા કરવામાં આવે છે. રંગ અને ગુલાલથી ફૂલોની એવી રીતે વર્ષા કરવામાં આવે છે કે જાણે ભોંયતળિયા પર જાડા ગાદલાથી પલંગ સજાવવામાં આવ્યો હોય. લોકો હર્ષોલ્લાસ સાથે રંગોમાં ભીંજાઈને હોળી રમે છે.

વૃંદાવનની હોળી

વૃંદાવનની હોળી ખૂબ પ્રખ્યાત છે. અહીં1 ફૂલોની હોળી સાથે હોળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ માટે બાંકે બિહારી મંદિરના દરવાજા ખોલવામાં આવે છે અને લોકોને ભગવાનના દર્શન કરવાનો મોકો મળે છે. પૂજારીઓ દ્વારા દરેકને ફૂલો ફેંકવામાં આવે છે.

 

પુષ્કરની હોળી

પુષ્કરમાં હોળી ઉત્સાહ (Pushkar Holi 2024 )સાથે ઉજવવામાં આવે છે, તેથી જ ઘણા લોકો હોળીની ઉજવણી માટે પુષ્કર પહોંચે છે. અહીં પાર્ટીના આયોજન સાથે લોકો સંગીત અને રંગો સાથે રમવાનો આનંદ માણે છે. ભાંગ થંડાઈ અથવા લસ્સી સાથે તહેવારનો ઉત્સાહ વધુ વધે છે. અહીં સવારથી જ રંગબેરંગી હોળી શરૂ થઈ જાય છે. વિદેશી લોકો પણ આ હોળીને ખૂબ એન્જોય કરે છે.પુષ્કરમાં હોળીની બીજી વિશેષતા છે ત્યાંનો હોળીનો મેળો. આ મેળો ભારતનો સૌથી મોટો હોળી મેળો છે અને અહીં લાખો લોકો એકઠા થાય છે. આ મેળામાં રંગબેરંગી બજારો, ખાસ ખાણીપીણીના સ્ટોલ, પરંપરાગત ગીતો સાથે નૃત્ય અને અન્ય વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે અને તેની અષ્ટ પ્રહર વિશેષ પૂજામાં 56 ભોગ ચઢાવવામાં આવે છે. વૃંદાવનમાં કેસર ટેસુના ફૂલોથી ચારેબાજુ કેસરી રંગના ધુમાડા દેખાય છે અને વાતાવરણ સુગંધિત બને છે. મંદિરમાં ટેસુના રંગો તેમજ ચૌવા, ચંદન અને ગુલાલથી હોળી રમવામાં આવે છે. લોકો દૂર દૂરથી બાંકે બિહારીની મુલાકાત લેવા આવે છે અને અહીં તેઓ અબીલ-ગુલાલની મજાથી ભીંજાઈ જાય છે. અહીં રંગભરી એકાદશીથી લઈને રંગપંચમી સુધી હોળી ઉજવવામાં આવે છે. ખાસ કરીને ધુલંદી પર લોકો નાચે છે અને ગાય છે.

મથુરા અને વ્રજમાં આખા સપ્તાહ દરમિયાન હોળીની ધૂમ જોવા મળે છે. મથુરામાં હોળી ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ ગઈ છે, જે હોળી સુધી ચાલુ રહેશે. બરસાનાની હોળી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જો તમે અહીંની હોળી ન જોઈ હોય સમજી લો કે તમે હોળી બિલકુલ રમી નથી. દૂર-દૂરથી લોકો અહીં હોળી રમવા આવતા હોય છે. બીજી તરફ વ્રજમાં હોળીનો તહેવાર વસંત પંચમીથી શરૂ થાય છે. જે 40 દિવસ સુધી ચાલે છે. જેમાં ફૂલોની હોળી, રંગોવાળી હોળી, લાડુની હોળી, છડીમાર હોળી અને લઠ્ઠમાર હોળી અહીં ખૂબ જ લોકપ્રિય છે.

આ  પણ  વાંચો  - ICC નો નવો નિયમ T20 વર્લ્ડ કપને બનાવશે વધુ રોમાંચક

આ  પણ  વાંચો  - MIW Vs RCBW : RCB એ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પ્લેઓફમાં કરી એન્ટ્રી

આ  પણ  વાંચો  - Rishabh Pant : BCCI એ ઋષભ પંતને લઈ આપી માહિતી

Tags :
holi 2024Holi FestivalHoli Festival At Vrindavan MathuraMathuraPushkar-HoliVrindavan Mathura Holi 2024
Next Article