ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Punjab Border: RDX, હેન્ડ ગ્રેનેડો, પિસ્તોલો...પંજાબ બોર્ડર પાસેથી જપ્ત કરાયો હથિયારોનો ભંડાર

પંજાબમાં ભારત-પાક. સીમા નજીકથી ઝડપાયો વિસ્ફોટક સામાન અજનાલામાં ખેતરમાંથી સાડા 4 કિલો RDX, હેન્ડ ગ્રેનેડ જપ્ત અમૃતસરમાં 5 પિસ્તોલ, 8 મેગઝીન, 220 રાઉન્ડ ગોળિયો જપ્ત અમૃતસરમાં તપાસ દરમિયાન મળી આવ્યો વિસ્ફોટક સામાન અમૃતસર પોલીસ અને BSFએ હાથ ધર્યું સર્ચ...
06:29 PM Apr 25, 2025 IST | Hiren Dave
પંજાબમાં ભારત-પાક. સીમા નજીકથી ઝડપાયો વિસ્ફોટક સામાન અજનાલામાં ખેતરમાંથી સાડા 4 કિલો RDX, હેન્ડ ગ્રેનેડ જપ્ત અમૃતસરમાં 5 પિસ્તોલ, 8 મેગઝીન, 220 રાઉન્ડ ગોળિયો જપ્ત અમૃતસરમાં તપાસ દરમિયાન મળી આવ્યો વિસ્ફોટક સામાન અમૃતસર પોલીસ અને BSFએ હાથ ધર્યું સર્ચ...
featuredImage featuredImage
Punjab border

 Punjab Border : જમ્મુ-કાશ્મીરમાં પહલગામ 22 એપ્રિલ મંગળવારે ભયાનક ઘટના બની હતી. અહીં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 28 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે હવે આતંકવાદીઓ વધુ એક તબાહીનું ષડયંત્ર રચ્યું હોય તેમ પંજાબમાં (Punjab)મસમોટો હથિયારોનો (explosives)જથ્થો મળી આવ્યો છે. આ ઘટના બાદ BSF અને સ્થાનીક પોલીસ હિતની ટીમો દોડતી થઈ ગઈ છે અને પાકિસ્તાનના નાપાક ઈરાદા નિષ્ફળ બનાવ્યું છે.

BSFએ ખેતરમાંથી હથિયારો જથ્થો જપ્ત કર્યો

BSFએ આજે (25 એપ્રિલ) અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન હેઠળના ગામ ચક્ક બાલાના એક ખેતરમાંથી સાડા ચાર કિલો RDX, પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન, 220 કારતૂસ, બે બેટરી અને બે રિમોટ જપ્ત કર્યા છે.

આ પણ  વાંચો -J&K Search Operation : કઠુઆ જિલ્લામાં 4 શંકાસ્પદ લોકો દેખાતા મહિલાએ સુરક્ષા દળોને કરી જાણ

ખેતરમાં બે પેકટ દેખાતા ખેડૂતો તુરંત BSFને કરી જાણ

વાસ્તવમાં બીએસએફની પોસ્ટ શાહપુર પાસે ચક્ક બાલા ગામ આવેલું છે, જ્યાં એક ખેડૂત તેના ખેતરમાં પાક લણણીની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન ખેડૂતે ખેતરમાં બે પેકેટ જોયા અને તુરંત બીએસએફને જાણ કરી દીધી હતી. ત્યારબાદ બીએસએફની ટીમ તુરંત ખેતરમાં પહોંચી ગઈ હતી અને બંને પેકેટોની તપાસ કરતા તેમાં ઉપરોક્ત વિસ્ફોટ સામગ્રી અને હથિયારો મળી આવ્યા હતા.

આ પણ  વાંચો - stock Market crash: શેરબજારમાં તણાવ!સેન્સેક્સમાં 589 પોઈન્ટનો કડાકો

આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ

બીએસએફએ બંને પેકેજો જપ્ત કર્યા બાદ ઘટના અંગે અજનાલા પોલીસને પણ જાણ કરી દીધી છે. આ ગામ પાકિસ્તાન સરહદથી લગભગ બે કિલોમીટર દૂર આવેલું છે. ઘટના બાદ બીએસએફ અને પોલીસની ટીમોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધી છું. આ ઉપરાંત અનેક ખેતરોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Tags :
hand grenadespistols... weapons cache seized from Punjab borderPunjab Border: RDX