PUNE: IAS પૂજા ખેડકરની માતાને મળી નોટિસ, મનપાએ માંગ્યો 10 દિવસમાં જવાબ
PUNE : હાલમાં જ IAS પૂજા ખેડકરની માતાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક ખેડૂતને બંદૂક બતાવીને ધમકાવતી જોવા મળી હતી. પીડિત ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. હવે આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે IAS પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આવી સ્થિતિમાં મનોરમા ખેડકરની પિસ્તોલનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે. મનોરમા ખેડકર પર લાઇસન્સવાળી પિસ્તોલનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું
વાસ્તવમાં, પુણેના કમિશનરે IAS પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકર વિરુદ્ધ કારણ બતાવો નોટિસ જારી કરી છે. પુણે પોલીસની ટીમે રવિવારે મનોરમા ખેડકરના ઘરે નોટિસ ચોંટાડી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે મનોરમા ખેડકરને પોતાની સુરક્ષા માટે પિસ્તોલનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ મનોરમાએ આ પિસ્તોલનો ઉપયોગ લોકોને ડરાવવા અને ગેરકાયદેસર કામ કરવા માટે કર્યો હતો. તમારી વિરુદ્ધ પૌડ પોલીસ સ્ટેશનની હદમાં આર્મ્સ એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તમે (મનોરમા) લાયસન્સવાળી પિસ્તોલનો દુરુપયોગ કર્યો. નિયમો અને શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે.
#WATCH | Pune Police pastes notice outside trainee IAS officer Pooja Khedkar's house in Maharashtra's Pune
A show cause notice issued by Pune Police Commissioner Amitesh Kumar to Pooja Khedkar's mother Manorama Khedkar has been pasted as no one turned up to receive the notice.… pic.twitter.com/K2ZvIoLCp6
— ANI (@ANI) July 14, 2024
10 દિવસમાં જવાબ આપવાનો રહેશે
કારણ બતાવો નોટિસ જારી કર્યા બાદ હવે પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરે 10 દિવસમાં તેનો જવાબ આપવો પડશે. જો મનોરમા ખેડકર 10 દિવસમાં પોલીસ નોટિસનો જવાબ નહીં આપે તો તેનું પિસ્તોલનું લાઇસન્સ રદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે IAS ઓફિસર પૂજા ખેડકરની માતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકોને પિસ્તોલ બતાવીને ધમકી આપવામાં આવી છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધી છે.
આ પણ વાંચો - IAS પૂજા ખેડકર બાદ હવે તેની માતા મુશ્કેલીમાં, ખેડૂતને પિસ્તોલથી ધમકાવતો Video Viral
આ પણ વાંચો - Pooja Khedkar : દિકરી એક નંબરી, માતા 10 નંબરી, પૂજા ખેડકરની માતાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો - Jagannath Puri Temple: 46 વર્ષે ખૂલશે રત્નભંડારનું રાજ, જાણો તૈયારી