ભાજપના મુખ્યમંત્રીઓની બેઠકમાં PM Modi એ કઈ બાબતો પર ભાર મૂક્યો?
BJP Chief Ministers: PM Narendra Modi સહિત BJP ના વરિષ્ઠ નેતાઓએ આજરોજ દિલ્હીમાં BJP શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓો સાથે સરકારી મુદ્દાઓ પર સતત બીજા દિવસે ચર્ચા કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીઓએ પોતપોતાના રાજ્યોમાં ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડાએ ભાગ લીધો હતો.
BJP શાસિત રાજ્ય સરકારોના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો
કેન્દ્ર સરકારની કલ્યાણકારી પહેલોનો અમલ કરવાનો
આવી છેલ્લી બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી
જોકે 27 જુલાઈએ મુખ્યમંત્રી પરિષદની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં PM Narendra Modi એ BJP શાસિત રાજ્યોમાં ચાલતી કલ્યાણકારી યોજનાઓના અભ્યાસને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આને સુશાસનના ઉદાહરણ તરીકે અમલમાં મૂકવામાં આવવું જોઈએ. સમાજના વિવિધ વર્ગો, ખાસ કરીને ગરીબોને મદદ કરવા માટે BJP શાસિત રાજ્ય સરકારોના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.
Met @BJP4India Chief Ministers and Deputy Chief Ministers. Our Party is working tirelessly to further good governance and fulfil the aspirations of the people. pic.twitter.com/8vy6vzZSFe
— Narendra Modi (@narendramodi) July 27, 2024
કેન્દ્ર સરકારની કલ્યાણકારી પહેલોનો અમલ કરવાનો
BJP દ્વારા નિયમિત સમયાંતરે આયોજિત 'મુખ્યમંત્રી પરિષદ'નો ઉદ્દેશ્ય રાજ્યોમાં મુખ્ય યોજનાઓની સમીક્ષા કરવાનો, શાસનમાં શ્રેષ્ઠ પ્રયાસો અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી પહેલોનો અમલ કરવાનો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા, રાજસ્થાનના ભજનલાલ શર્મા અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બેઠકમાં હાજરી આપી હતી. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, ગોવા, હરિયાણા, મણિપુર અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.
આવી છેલ્લી બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી
આ બેઠક 23 જુલાઈએ સંસદમાં કેન્દ્રીય બજેટની રજૂઆત બાદ થઈ હતી. તાજેતરની લોકસભા ચૂંટણીઓમાં BJP નું પ્રદર્શન નિરાશાજનક હતું અને પાર્ટી સંસદના ગૃહમાં પોતાના દમ પર બહુમતી હાંસલ કરી શકી ન હતી. જોકે, પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે બેઠકમાં શાસનના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં હતાં. તો બીજી તરફ આવી છેલ્લી બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી.
આ પણ વાંચો: મુખ્ય ન્યાયાધીશે દેશના અન્ય ન્યાયાધીશોને લગાવી ફટકાર, વાંચો અહેવાલ