ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોકપ્રિય યુટ્યુબર કામ્યા જાનીના ઓડિશામાં જગન્નાથ મંદિરની મુલાકાત લેવાને લઈને થયો હોબાળો, કરાઇ ધરપકડ કરવાની માંગ

ભારતના લોકપ્રિય યુટ્યુબર કામ્યા જાની ઓડિશામાં જગન્નાથ મંદિરની મુલાકાત લેવાને લઈને હાલ ચર્ચામાં છે.  વાત એ હદ સુધી પહોંચી છે કે હવે  ભાજપે તેમની ધરપકડની માંગ કરી છે. સમગ્ર બાબત એમ છે કે કામ્યાએ પુરીના જગન્નાથ મંદિરમાં એક વીડિયો બનાવ્યો...
03:49 PM Dec 22, 2023 IST | Harsh Bhatt

ભારતના લોકપ્રિય યુટ્યુબર કામ્યા જાની ઓડિશામાં જગન્નાથ મંદિરની મુલાકાત લેવાને લઈને હાલ ચર્ચામાં છે.  વાત એ હદ સુધી પહોંચી છે કે હવે  ભાજપે તેમની ધરપકડની માંગ કરી છે.

સમગ્ર બાબત એમ છે કે કામ્યાએ પુરીના જગન્નાથ મંદિરમાં એક વીડિયો બનાવ્યો હતો, જે બાદ ઓડિશા ભાજપે તેને બીફ ( ગાયનું માસ )  સમર્થક ગણાવી તેની ધરપકડની માંગ કરી છે. રાજ્યના બીજેપી નેતા જતિન મોહંતીએ કહ્યું છે કે કામ્યા જાનીએ તેનો બીફ ખાતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

બીફ ખાનારા જગન્નાથ મંદિરમાં આવી શકતા નથી - ભાજપના નેતા જતિન મોહંતી

આ સમગ્ર બાબત અંગે ભાજપના નેતા જતિન મોહંતીએ કહ્યું કે, બીફ ખાનારા જગન્નાથ મંદિરમાં આવી શકતા નથી. ભાજપે પૂછ્યું છે કે, તેમને જગન્નાથ મંદિરમાં જવાની પરવાનગી કેમ આપવામાં આવી ? આ સાથે પાર્ટીએ મંદિરમાં કેમેરા લઈ જવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે બીફ પ્રમોટરને આવું કરવાની કેવી રીતે મંજૂરી આપવામાં આવી ?

ઘટનાનો આવ્યો રાજનૈતિક વળાંક 

હવે આ સમગ્ર બાબતને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ બીજેડી અને ભાજપ આમને-સામને આવી ગયા છે. તેનું કારણ ભાજપનું કહેવું છે કે, બીજેડી નેતા વીકે પાંડિયન પણ કામ્યા સાથે મંદિર ગયા હતા. બીજેડીએ પણ આ મુદ્દે વળતો પ્રહાર કર્યો છે.

પાંડિયન અને કામ્યાનો મંદિર પરિસરમાં એકબીજા સાથે વાત કરતો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાજપે બંને વિરુદ્ધ આઈપીસી કલમ હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે.

ભાજપે શું કહ્યું ?

સામગ્ર બાબત અંગે ઓડિશા ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મંદિર પરિસરમાં તેમની હાજરીની તસવીરો પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાથી સમૃદ્ધ પુરી શ્રીમંદિરની પવિત્રતાની શરમજનક રીતે અવગણના કરવામાં આવી છે.

આ પણ વાંચો -- COVID-19 : કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ JN.1 પણ છે ખૂબ ખતરનાક, WHO એ કહ્યું- જો ધ્યાન નહીં રાખો તો…

Tags :
ArrestbeefBJPJagannath templeKamya JaniOdishaPopular YouTuber
Next Article