Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝારખંડમાં રાજકીય સંકટ! ચંપાઈ સોરેન 6 MLA સાથે દિલ્હીની મુલાકાતે

ઝારખંડમાં સરકાર પડવાનો ખતરો? સોરેનની દિલ્હી મુલાકાત ભાજપમાં સામેલ થશે ચંપાઈ સોરેન? ઝારખંડમાં સરકાર પડવાની આરે? Jharkhand News : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન (former Jharkhand Chief Minister Champai Soren) ને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે મોટા સમાચાર...
ઝારખંડમાં રાજકીય સંકટ  ચંપાઈ સોરેન 6 mla સાથે દિલ્હીની મુલાકાતે
  • ઝારખંડમાં સરકાર પડવાનો ખતરો?
  • સોરેનની દિલ્હી મુલાકાત
  • ભાજપમાં સામેલ થશે ચંપાઈ સોરેન?
  • ઝારખંડમાં સરકાર પડવાની આરે?

Jharkhand News : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન (former Jharkhand Chief Minister Champai Soren) ને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચંપાઈ સોરેન દિલ્હી જવા રવાના થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંપાઈ સોરેન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે સતત સંપર્કમાં છે અને તેમની સાથે 6 ધારાસભ્યો પણ દિલ્હીમાં આવી રહ્યા છે. JMM નું નેતૃત્વ આ તમામ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં સક્ષમ નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે.

Advertisement

ભાજપમાં સામેલ થશે ચંપાઈ સોરેન?

JMM ના નેતૃત્વની ચિંતા વધી ગઇ છે, કારણ કે તેઓ તેમના કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવામાં સક્ષમ નથી. આમાં દશરથ ગગરાઈ, રામદાસ સોરેન, ચમરા લિન્ડા, લોબિન હેમ્બ્રોમ, અને સમીર મોહંતી જેવા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંપાઈ સોરેન ગઈકાલે રાત્રે કોલકાતાની એક હોટલમાં રોકાયા હતા, જ્યાં તેઓ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને મળ્યા હતા. આજે સવારની ફ્લાઈટ દ્વારા તેઓ દિલ્હી માટે રવાના થયા છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓને પણ મળી શકે છે. જ્યારે ચંપાઈ સોરેનને ભાજપમાં જોડાવાની અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર હસતા કહ્યું, "તમે લોકો એવા સવાલ પૂછો છો, પણ આના પર શું કહેવું, અમે તમારી સામે છીએ." બીજી તરફ ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ઝારખંડ ભાજપના પૂર્વ અધ્યક્ષ દીપક પ્રકાશે કહ્યું કે ચંપાઈ સોરેન એક મહાન નેતા છે. 3.5 કરોડ લોકો તેમના કામથી ખુશ છે, પરંતુ તેમને જે રીતે મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા તે દુર્ભાગ્યપૂર્ણ છે.

Advertisement

ભાજપ સાથે ગઠબંધનની શક્યતા

જણાવી દઈએ કે ઝારખંડ (Jharkhand) માં ચંપાઈ સોરેને ગયા મહિને જુલાઈમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા. ચંપાઈ સોરેન 2 ફેબ્રુઆરી 2024 થી 3 જુલાઈ 2024 સુધી ઝારખંડના મુખ્યમંત્રી હતા અને તેમણે રાજ્યના સાતમા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ચંપાઈ સોરેનની ગણતરી JMM ના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. ઉલ્લેખનીય છે કે, ચંપાઈ સોરેન 7 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2005 થી, તેઓ સતત સરાઈકેલા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 1991માં તેઓ પ્રથમ વખત સરાયકેલા સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. હેમંત સોરેને 2019માં ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી પણ બનાવ્યા હતા. તેમને પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો:  Jharkhand : ચંપાઈ સોરેન ભાજપમાં જોડાશે? પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યો આ જવાબ...

Advertisement

Tags :
Advertisement

.