PMRBP : પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારની જાહેરાત,19 બાળકોનું કરાશે સન્માન
PMRBP : 22 જાન્યુઆરીએ 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2024 (PMRBP)થી સન્માનીત કરાશે. વિજ્ઞાન ભવનમાં યોજાનાર પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (President Droupadi Murmu)ના હસ્તે આ બાળકોનું સન્માન કરાશે. આ 19 બાળકોમાં ગુજરાત (Gujarat) સહિત 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 9 બાળકો અને 10 દીકરીઓનો સમાવેશ થાય છે.
આ સન્માન કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 23 જાન્યુઆરીએ બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે, ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) પણ બાળકો સાથે વાતચીત કરશે.
કુલ 6 કેટેગરીમાં અપાશે પુરસ્કાર
આ પુરસ્કાર 6 કેટેગરીમાં અપાશે, જેમાં આર્ટ એન્ડ કલ્ચરમાં સાત, વીરતામાં એક, સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં એક, સોશિયલ સર્વિસીસમાં ચાર, સ્પોર્ટ્સમાં પાંચ અને ઈનોવેશનમાં એક પુરસ્કારનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર સરકારની પહેલ છે, જેનો ઉદ્દેશ્ય 5થી 18 વર્ષની ઉંમરના બાળકોની અસાધારણ ઉપલબ્ધિઓની ઓળખ તથા તેમને પુરસ્કાર કરવાનો છે.સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં એક, સોશિયલ સર્વિસીસમાં ચાર, સ્પોર્ટ્સમાં પાંચ અને ઈનોવેશનમાં એક પુરસ્કારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - Ayodhya ATS & SPG : PM મોદીની સુરક્ષાને લઈને કરવામાં આવી આ સુવિધા, રિહર્સલ પણ કરાયું…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
આ પણ વાંચો - Loksabha Election 2024: ભાજપ સામે નહીં I.N.D.I એકબીજા સામે જ લડશે!