Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Ujjwala Yojana: લોકસભા ચૂંટણી અને મહિલા દિવસ પહેલા દેશની મહિલાઓને પીએમ મોદીની અનોખી ભેટ

PM Ujjwala Yojana: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 8 માર્ચ મહિલા દિવસ પહેલા દેશની મહિલાઓ અને ગરીબ પરિવારોને ખાસ ભેટ આપવામા આવી છે. આજે કેન્દ્રીય...
pm ujjwala yojana  લોકસભા ચૂંટણી અને મહિલા દિવસ પહેલા દેશની મહિલાઓને પીએમ મોદીની અનોખી ભેટ

PM Ujjwala Yojana: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 8 માર્ચ મહિલા દિવસ પહેલા દેશની મહિલાઓ અને ગરીબ પરિવારોને ખાસ ભેટ આપવામા આવી છે. આજે કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) પીએમ ઉજ્જવલા યોજના (PM Ujjwala Yojana) ના લાભર્થીઓને વધુ એક લાભ આપવામાં આવ્યો છે.

Advertisement

  • કેન્દ્રીય કેબિનેટે પીએમ ઉજ્જવલા યોજનામાં સુધારો કર્યો
  • યોજનાના ગ્રાહકોને રૂ. 300 નો વધારો મળશે
  • સરકાર પર 12,000 કરોડનો બોજ વધશે

કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) 2024-25 માટે પીએમ ઉજ્જવલા યોજના (PM Ujjwala Yojana) ના ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. હવે પીએમ ઉજ્જવલા યોજના (PM Ujjwala Yojana) હેઠળ 31 માર્ચ 2025 સુધી Subsidy આપવામાં આવશે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 મે 2016 ના રોજ ઉજ્જવલા યોજના શરૂ કરી હતી.

Advertisement

સબસિડિમાં રુ. 300 નો વધારો કરવામાં આવ્યો

આ યોજના હેઠળ ગરીબ મહિલાઓને મફત LPG Gas કનેક્શન આપવામાં આવે છે. હવે ફરી એકવાર મોદી સરકારે આગામી એક વર્ષ માટે ઉજ્જવલા યોજના પર Subsidy માં 300 રૂપિયાનો વધારો કર્યો છે. મહિલાઓને 31 માર્ચ 2025 સુધી ઉજ્જવલા યોજના પર Subsidy નો લાભ આપવામાં આવશે.

સરકાર પર 12,000 કરોડનો બોજ વધશે

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે. નોંધનીય છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની Subsidy આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી, જેને એક વર્ષ માટે વધારીને 31 માર્ચ 2025 કરવામાં આવી છે.

Advertisement

ગ્રામીણ ક્ષેત્રોમાં ઉજ્જવલા યોજના ફાયદાકારક

આ નિર્ણયથી આશરે 10 કરોડ પરિવારોને ફાયદો થવાની સંભાવના છે અને સરકારને 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) એ ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારો માટે ઉપલબ્ધ સ્વચ્છ રસોઈ ઇંધણ તરીકે સાબિત થયું છે.

આ પણ વાંચો: Padmaja Venugopal: કેરળમાં ભાજપની પકડ મજબૂત, પૂર્વ સીએમની દીકરીએ ધારણ કર્યો કેસરિયો

Tags :
Advertisement

.