લક્ષદ્વીપ ખાતે PM નરેન્દ્ર મોદી દ્વારા 1200 કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરાયો
ભારતના માનનીય PM નરેન્દ્ર મોદી 2જી અને 3જી જાન્યુઆરીના રોજ બે દિવસ માટે લક્ષદ્વીપ ટાપુઓની મુલાકાતે છે. બીજા દિવસે PM નરેન્દ્ર મોદી જાહેર જનતા માટે કાવારત્તી ટાપુ પર પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન PM નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. PM નરેન્દ્ર મોદીએ આ દરમિયાન 1200 કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો.
લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રી. પ્રફુલ્લ પટેલ, વિવિધ સ્વાગત જૂથોના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, ભૂતપૂર્વ સૈનિકો, ધાર્મિક નેતાઓ, કોલેજ ટોપર્સ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ અને લક્ષપતિ દીદીઓએ દ્વારા PM નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું હતું. લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રી. પ્રફુલ્લ પટેલે PM મોદીનો આભાર પ્રગટ કર્યો હતો અને "સબકા સાથ, સભા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ" અંગે વાત પણ કરી હતી.
લક્ષદ્વીપ ખાતે PM નરેન્દ્ર મોદીએ રૂ. 1156 કરોડ ના મૂલ્યો વાળા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું :
1. રૂ. 1072 કરોડના ખર્ચે કોચી લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. જે 100 Gbps ની ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
2. કદમત આઇલેન્ડ ખાતે દરરોજ 1.5 લાખ લિટર પીવાના પાણીનું ઉત્પાદન કરવાની ક્ષમતા વાળા નીચા તાપમાનના થર્મલ ડિસેલિનેશન પ્લાન્ટની શુરૂઆત
3. જન જીવન મિશન હેઠળ અગતીના અને મિનિકોય ટાપુઓના તમામ ઘરોમાં કાર્યાત્મક ઘરગથ્થુ નળ જોડાણ
4. બેટરી એનર્જી સ્ટોરેજ સાથે કાવરત્તીમાં 1.4 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ
સિસ્ટમ (BESS).
5. કાવરત્તી ખાતે ભારતીય અનામત બટાલિયનનું મુખ્ય મથકનો શિલાન્યાસ કર્યો
પ્રોજેક્ટ્સ:
1. કલ્પેની ટાપુમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાના રૂ. 28 કરોડ ખર્ચે નવીનીકરણ
2. અગાટી, મિનીકોય, એન્ડ્રોથના, ચેતલત અને કલ્પેની ટાપુઓમાં 5 નંદ ઘર મોડેલ આંગણવાડી.
ઉદ્ઘાટન પછી, PM નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓમાં વિવધ લાભોનું વિતરણ કર્યું :
1. કોલેજના વિદ્યાર્થીઓ માટે લેપટોપ
2. કન્યા શાળાના વિદ્યાર્થીઓ માટે સાયકલ વિતરણ
3. કિસાન ક્રેડિટ કાર્ડ 4. PMJAY કાર્ડ
લક્ષદ્વીપનો ભૌગોલિક વિસ્તાર નાનો છે, પરંતુ અહીંયા લોકોના હૃદય સમુદ્ર જેટલા ઊંડા છે' - PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિકતાની પ્રશંસા કરીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે - 'ભલે, લક્ષદ્વીપનો ભૌગોલિક વિસ્તાર નાનો છે, પરંતુ અહીંયા લોકોના હૃદય સમુદ્ર જેટલા ઊંડા છે' PM નરેન્દ્ર મોદીએ સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને લક્ષદ્વીપના વિકાસ અને સિદ્ધિઓ વિશે સભામાં હાજર લોકોને માહિતગાર કર્યા હતા.
આ પણ વાંચો -- Building Collapsed : આર્યનગરમાં નિર્માણાધીન બે માળની ઈમારત ધરાશાયી, કોન્ટ્રાક્ટર કસ્ટડીમાં…