Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘જન નાયક’ કર્પૂરી ઠાકુરના દીકરા સાથે PM Modi એ કરી વાત, કહ્યું કે...

PM Modi: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રસિદ્ધ સમાજવાદી નેતા સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને ભારત સરકારે ભારતનો સર્વોચ્ચે એવોર્ડ ભારત રત્ન આપવાનું નિર્ણય કર્યો છે. કર્પૂરી ઠાકુરને મરણોત્તર દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત બાગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્પૂરી ઠાકુરના...
‘જન નાયક’ કર્પૂરી ઠાકુરના દીકરા સાથે pm modi એ કરી વાત  કહ્યું કે

PM Modi: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રસિદ્ધ સમાજવાદી નેતા સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને ભારત સરકારે ભારતનો સર્વોચ્ચે એવોર્ડ ભારત રત્ન આપવાનું નિર્ણય કર્યો છે. કર્પૂરી ઠાકુરને મરણોત્તર દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત બાગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્પૂરી ઠાકુરના દીકરાથી વાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ બુધવારે કર્પૂરી ઠાકુરના દીકરા રામનાથ ઠાકુરથી ફોન પર વાત કરી પરિવાર સાથે પ્રધાનમંત્રી આવાસ આવવાનું આમંત્રણ આપ્યું છે. આથી રામનાથ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

Advertisement

પ્રધાનમંત્રીએ કર્પૂરી ઠાકુરના દીકરા સાથે વાત કરી

ઉલ્લેખનીય છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રસિદ્ધ સમાજવાદી નેતા સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને તેમની જન્મ જ્યંતીના એક દિવસ પહેલા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, કર્પૂરી ઠાકુરને બિહારની રાજનીતિના વાસ્તવિક ‘જન નાયક’ અને લોકોના નાયક કહેવામાં આવે છે. આવું મોટા ભાગની પાર્ટીઓ કહી રહી છે.

Advertisement

કર્પુરી ઠાકુરને મરણોત્તર ‘ભારત રત્ન’ થી સન્માનિત કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના જનનાયક કર્પૂરી ઠાકુરની 100મી જન્મ જ્યંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, ‘તેમના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર કર્પૂરી ઠાકુર પાસેથી પ્રેરણા લઈને સતત કામ કરી રહી છે. જે સરકારની નીતિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેણે દેશભરમાં 'સકારાત્મક ફેરફારો' લાવ્યા છે. ’

ભારત સરકારે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પુરી ઠાકુરને મરણોત્તર ‘ભારત રત્ન’ થી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો. મંગળવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા કરવામાં આવી હતી.

Advertisement

'એક્સ પર' પોસ્ટ કરી કર્પૂરી ઠાકુરના કર્યા વખાણ

PM Modi એ પોસ્ટ કરીને કહ્યું કે, ‘દેશભરના મારા અને મારા પરિવારજનો તરફથી જનનાયક કર્પૂરી ઠાકુરની જન્મ શતાબ્દી પર આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે અમારી સરકારને તમને ભારત રત્ન થી સન્માનિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. વડાપ્રધાને કહ્યું કે ભારતીય રાજનીતિની સૌથી મોટી દુર્ઘટના એ છે કે કર્પૂરી ઠાકુર જેવા કેટલાક નેતાઓને બાદ કરતાં સામાજિક ન્યાયની વાતો માત્ર 'રાજકીય સૂત્ર' બની ગઈ છે. કર્પૂરી ઠાકુરની દ્રષ્ટીથી પ્રેરિત થઈને અમે તેને શાસનમાં એક પ્રભાવી મોડલ તરીકે લાગું કર્યું છે. હું વિશ્વાસપૂર્ણ રીતે કહું છે કે, ભારતના 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા તેનાથી તેઓ જરૂર ગૌરવની અનુભૂતિ થઈ હોત.’

આ પણ વાંચો: શું Mamata Banerjee લોકસભાની ચૂંટણી એકલા લડશે? કોંગ્રેસ-TMC થયા મતભેદ

Advertisement

.