Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ G-20 વર્ચ્યુઅલ સમિટમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કહી આ મોટી વાત

વૈશ્વિક નેતાઓના G-20 વર્ચ્યુઅલ સમિટનું બુધવારે સમાપન થઈ ગયું છે. આ સમિટની અધ્યક્ષતા PM મોદી કરી રહ્યા હતા. તેનો સમાપન કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ગ્લોબલ સાઉથના અવાજને ફરી એકવાર બુલંદ કર્યો છે. આ દરમિયાન તેમણે આતંકવાદ, ઈઝરાયલ-હમાસ યુદ્ધ સહિત...
pm મોદીએ g 20 વર્ચ્યુઅલ સમિટમાં ઈઝરાયેલ હમાસ યુદ્ધને કહી આ  મોટી વાત

વૈશ્વિક નેતાઓના G-20 વર્ચ્યુઅલ સમિટનું બુધવારે સમાપન થઈ ગયું છે. આ સમિટની અધ્યક્ષતા PM મોદી કરી રહ્યા હતા. તેનો સમાપન કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ગ્લોબલ સાઉથના અવાજને ફરી એકવાર બુલંદ કર્યો છે. આ દરમિયાન તેમણે આતંકવાદ, ઈઝરાયલ-હમાસ યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર G-20ના તમામ સભ્ય દેશોનું ધ્યાન કેન્દ્રિત કર્યું.

Advertisement

વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, મારું આમંત્રણ સ્વીકાર કરી આ સમિટમાં જોડાવા માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. 140 કરોડ ભારતવાસીઓ તરફથી હાર્દિક સ્વાગત્ છે. મને યાદ છે કે જ્યારે ગત વર્ષ 1 નવેમ્બરે મારા મિત્ર અને ઈન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ જોકો વિડોડોએ મને સેરેમોનિયલ ગેવલ સોંપ્યું હતું. ત્યારે મેં કહ્યું હતું કે, આપણે મળીને G-20ને ઈન્ક્લૂસિવ, એમ્બિશિયસ, એક્શન, ઓરિએન્ટેડ અને ડિસાઈસિવ બનાવીશું. આપણે સૌએ મળીને તે બતાવ્યું છે. આપણે સૌએ મળીને G-20ને નવી ઉંચાઈએ પહોંચાડ્યું છે. અવિશ્વાસ અને પડકારો ભરેલી આજની આ દુનિયામાં આ એકબીજામાં વિશ્વાસ જ છે, જે આપણને બાંધે છે, એક બીજાને જોડે છે. આ એક વર્ષમાં આપણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચરમાં વિશ્વાસ દાખવ્યો છે. વિવાદોથી દૂર રહીને એકતા અને સહયોગનો પરિચય આપ્યો છે.

Advertisement

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, તે ક્ષણ હું ક્યારેય નહીં ભૂલી શકું, જ્યારે દિલ્હીમાં આપણે સૌએ સર્વસમ્મતિથી આફ્રિકન યૂનિયનનું સ્વાગત કર્યું. G-20એ આખી દુનિયાને ઈન્ક્લૂજીવિટીનો જે સંદેશ આપ્યો છે, તે અભૂતપૂર્વ છે. ભારત માટે ગર્વની વાત છે કે, તેની અધ્યક્ષતામાં આફ્રિકાને અવાજ મળ્યો. આ એક વર્ષમાં આખી દુનિયાએ G-20માં ગ્લોબલ સાઉથનો અવાજ પણ સાંભળ્યો છે. ગત અઠવાડિયામાં વૉઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં અંદાજિત 130 દેશોએ નવી દિલ્હી G-20 સમિટમાં લેવાયેલા નિર્ણયોને મનથી વખાણ્યા છે. G-20એ ઈનોવેશન અને ડિજિટલ ટેક્નોલોજીનું સમર્થન કરતા પૂર્ણ હ્યૂમન સેન્ટ્રિક અપરોચ બનાવવા પર ભાર આપ્યો. G-20ને ભારતની અધ્યક્ષતામાં પીપલ્સ 20ની ઓળખ મળી. આપણે તેને ઉત્સવની જેમ મનાવ્યો.

Advertisement

આતંકવાદનો મુદ્દો ફરી ઉઠાવ્યો

તેમણે કહ્યું કે, જ્યારે હું આ વર્ચ્યુઅલ સમિટનો પ્રસ્તાવ રાખતો હતો, તો પૂર્વાનુમાન નહોતું કે આજની સ્થિતિ કેવી હશે. ગત મહિનાઓમાં નવા પડકારો ઉભા થયા છે. પશ્ચિમ એશિયા દેશોમાં અસુરક્ષા અને અસ્થિરતાની સ્થિતિ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. આજે આપણા સૌનું એક સાથે હોવું તે વાતનું પ્રતીક છે કે આપણે સૌ મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છીએ અને તેના સમાધાન માટે એક સાથે ઉભા છીએ. આપણે માનીએ છીએ કે, આતંકવાદ અસ્વીકાર્ય છે. સામાન્ય નાગરિકોના મોત ગમે ત્યાં થાય, તે નિંદનીય છે.

ગ્લોબલ સાઉથની ચિંતાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશેઃ વડાપ્રધાન

તેમણે કહ્યું કે, 21મી સદી વિશ્વને આગળ વધારવા માટે ગ્લોબસ સાઉથની ચિંતાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે. ગ્લોબલ સાઉથના દેશ એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે, જેના માટે તેઓ જવાબદાર નથી. આ સંદર્ભમાં સમયની માંગ છે કે, આપણે ડેવલોપમેન્ટ એજન્ડાને પોતાનું પૂર્ણ સમર્થન આપીએ. એ જરૂરી છે કે, ગ્લોબલ ઈકોનોમી અને ગવર્નન્સ સ્ટ્રક્ચરને મોટા, સારા, અસરકારક અને ફ્યૂચર રેડી બનાવવા માટે તેના રિફોર્મ લાવવામાં આવે. જરૂરિયાતમંદ દેશોને સમયથી અને રાહત દરો પર સહાયતા નક્કી કરીએ. 2030 સતત વિકાસમાં તેજી લાવવા માટે અપનાવવામાં આવેલ પ્લાનને લાગૂ કરીએ. ભારતમાં લોકલ સ્તરે વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ છે આપણું એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. હું G-20 દેશોને ગ્લોબલ સાઉથને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામના અધ્યયન માટે આમંત્રિત કરું છું. તમે જુઓ કેવી રીતે આ પ્રોગ્રામે 25 કરોડ લોકોનું જીવન ભારતમાં બદલી દીધું છે.

આ  પણ  વાંચો - પતંજલિ આયુર્વેદ તમામ ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરે, નહિંતર

Tags :
Advertisement

.