Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ ભારત-પાકિસ્તાનના ભાગલાના પીડિતોને કર્યા યાદ, કહ્યું વિભાજનની ભયાનકતાથી…

1947માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે લોકોને ઘણું સહન કરવું પડ્યું તમામ લોકોના સંઘર્ષ અને બલિદાનને PM મોદીએ કર્યા યાદ ઈતિહાસનો સૌથી ખરાબ સમય નોંધાયો PM Modi :વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ બુધવારે 14 ઓગસ્ટએ લોકોને શ્રદ્ધાંજલિ આપી જેઓ...
11:37 AM Aug 14, 2024 IST | Hiren Dave
PM Modi
  1. 1947માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે લોકોને ઘણું સહન કરવું પડ્યું
  2. તમામ લોકોના સંઘર્ષ અને બલિદાનને PM મોદીએ કર્યા યાદ
  3. ઈતિહાસનો સૌથી ખરાબ સમય નોંધાયો

PM Modi :વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ બુધવારે 14 ઓગસ્ટએ લોકોને શ્રદ્ધાંજલિ આપી જેઓ ભારતના ભાગલા વખતે અમાનવીય વેદના અને પીડામાંથી પસાર થયા હતા. PM મોદીએ કહ્યું કે આ દિવસ એવા લોકોની હિંમતને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે વિભાજનનો (India-Pakistan Partition)માર સહન કર્યો અને પોતાનું જીવન ફરી શરૂ કર્યું. આ દિવસે 1947 માં, બ્રિટિશ વસાહતી શાસને ભારતના ભાગલા પાડ્યા, ત્યારબાદ પાકિસ્તાનના રૂપમાં એક નવા દેશનો જન્મ થયો.

ઈતિહાસનો સૌથી ખરાબ સમય નોંધાયો

PM મોદીએ કહ્યું કે, પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડેના અવસર પર, અમે તે લોકોને યાદ કરીએ છીએ જેઓ ભાગલાની ભયાનકતાથી પ્રભાવિત થયા હતા અને ઘણું સહન કર્યું હતું. આ તેમની હિંમતને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે, જેણે માનવતાને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી." વિભાજનથી પ્રભાવિત ઘણા લોકોની તાકાત દર્શાવે છે અને તેઓએ તેમના જીવનની પુનઃ શરૂઆત કરી છે અને ઘણી સફળતા પ્રાપ્ત કરી છે, આજે આપણે આપણા દેશમાં એકતા અને ભાઈચારાના બંધનને હંમેશા સુરક્ષિત રાખવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ.

આ પણ  વાંચો -Murder Mystery : ઘરમાં પડેલી 5 લાશ...કાતિલ કોણ....?

પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડે શું છે?

હકીકતમાં, 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે લોકોને ઘણું સહન કરવું પડ્યું હતું. વિભાજન પછી મોટા પાયે રમખાણો થયા, જેના કારણે લાખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું. આમાં સેંકડો લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. વડા પ્રધાન મોદીએ 2021 માં જાહેરાત કરી હતી કે ભાગલા દરમિયાન જીવ ગુમાવનારાઓને યાદ કરવા દર વર્ષે 14 ઓગસ્ટે Partition Horrors Remembrance Day ઉજવવામાં આવશે. આ દિવસની જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે 14 ઓગસ્ટ એ તમામ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવશે જેમણે ભાગલાનો ભોગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે ભાગલાનું દર્દ ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

આ પણ  વાંચો -Bangladesh Crisis : મૌલાના તૌકીર રઝાએ આપ્યું મોટું નિવેદન, 'બાંગ્લાદેશને ભારતમાં સામેલ કરવું જોઈએ...'

અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી હતી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ વિભાજન સ્મારક દિવસ નિમિત્તે વિભાજનનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું, "આજે, Partition Horrors Remembrance Day પર, હું એવા લાખો લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે અમાનવીય વેદના સહન કરી, પોતાનો જીવ ગુમાવ્યો અને ઈતિહાસના સૌથી ખરાબ સમય નોંધાયો કેટલાયે લોકો બેઘર થઈ ગયા. એક રાષ્ટ્ર તેના મજબૂત ભવિષ્યનું નિર્માણ કરી શકે છે અને એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી શકે છે.

Tags :
15th August78th independence day 2024flag hoisting timeflag indiaIndependence Dayindependence day 2024 how many yearsindependence day 2024 themeIndia Pakistan Partitionindian flag colourIndian Independence DayPartition Horrors Remembrance Daypm modiwhich independence day is this year
Next Article