Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi : PM મોદી વર્ચ્યુઅલી આજે ત્રણ સેમી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે શિલાન્યાસ

PM MODI : PM મોદી(PM Modi ) આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા India's Techade ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન આશરે 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ (Project Foundation ) કરશે. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ સુવિધાઓ ગુજરાતના ધોલેરા, સાણંદ...
pm modi   pm મોદી વર્ચ્યુઅલી આજે ત્રણ સેમી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે શિલાન્યાસ

PM MODI : PM મોદી(PM Modi ) આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા India's Techade ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન આશરે 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ (Project Foundation ) કરશે. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ સુવિધાઓ ગુજરાતના ધોલેરા, સાણંદ અને આસામના મોરીગાંવમાં સ્થાપિત કરવામાં આવશે.

Advertisement

દેશભરના યુવાનોને પણ સંબોધિત કરશે

Advertisement

આ પ્રસંગે તેઓ દેશભરના યુવાનોને પણ સંબોધિત કરશે. કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IITs, NITs, IIMs, IISERs, IISc અને અન્ય ટોચની સંસ્થાઓ સહિત 1814 સંસ્થાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભાગ લેશે.

Advertisement

આ પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમને મજબૂત કરશે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર પ્રદાન કરશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે.

કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે

PM મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે સેમિકન્ડક્ટર્સનું મુખ્ય કેન્દ્ર બનવાના ભારતના પ્રયાસોમાં આ એક ખાસ દિવસ હશે. આ કાર્યક્રમમાં 60,000 થી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે. PMએ યુવાનોને કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે પીએમ મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંચિત વર્ગના ઉદ્યોગસાહસિકોને લોન સહાય માટે આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.

PM આપશે એક લાખ ઉદ્યોગ સાહસિકોને લોન સહાયની મંજૂરી

તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તેઓ વડાપ્રધાન સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ (PM-SURAJ) રાષ્ટ્રીય પોર્ટલની પણ શરૂઆત કરશે અને દેશના વંચિત વર્ગોના એક લાખ ઉદ્યોગ સાહસિકોને લોન સહાયની મંજૂરી આપશે. વડાપ્રધાન નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (નમસ્તે) હેઠળ સફાઇ મિત્રો (ગટર અને સેપ્ટિક ટાંકી કામદારો)ને આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું પણ વિતરણ કરશે.

આ  પણ  વાંચો - BHARAT SHAKTI 2024 : પોખરણમાં PM મોદીની ઉપસ્થિતિમાં ‘ભારત શક્તિ’ નું સાહસિક પ્રદર્શન

આ  પણ  વાંચો - CAA : અમેરિકામાં હિન્દુ સંગઠને CAA ના અમલ પર ખુશી વ્યક્ત કરી, કહ્યું- ‘પ્રતીક્ષા પૂરી થઈ’

આ  પણ  વાંચો - Haryana: નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી, ખટ્ટરે આપ્યું હતું રાજીનામું

Tags :
Advertisement

.