ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

PM Modi Meeting: કેન્દ્રીય સ્તરે વડાપ્રધાને ઉનાળા અને ચોમાસા માટે બેઠકમાં સમીક્ષા કરી

PM Modi Meeting: આજરોજ કેન્દ્રીય સ્તેર ઉનાળો અને હીટ વેવને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં Heat wave (લૂ), Monsoon અને આરોગ્ય ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી....
11:42 PM Apr 11, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
PM Modi Meeting

PM Modi Meeting: આજરોજ કેન્દ્રીય સ્તેર ઉનાળો અને હીટ વેવને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં Heat wave (લૂ), Monsoon અને આરોગ્ય ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. હવામાન અંગે IMD અને NDMA એ જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે.

PM Modi એ અધિકારીઓને ગરમીનો સામનો કરવા, હોસ્પિટલોની સજ્જતા જાળવવા તેમજ જાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રાલય અને NDMA ની સલાહ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું. તેથી વધુમાં વધુ લોકોને જાગૃત થશે.

જાગૃતિ સમયાંતરે પ્રસારિત થવી જોઈએ

PM Modi અધિકારીઓને કહ્યું કે સમય સમય પર ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિનો પ્રસાર થવો જોઈએ. કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ મંત્રાલયોએ આવા સંજોગોમાં સાથે મળીને કામ કરવાની સૂચના પાઠવવામાં આવી છે. હવામાન અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું કે આ વર્ષે સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની આશા છે.

ઉનાળામા જંગલોમાં આગની ઘટના વધશે

PM Modi એ કહ્યું કે તે સ્વાભાવિક છે કે ઉનાળા (Summer) ની ઋતુમાં જંગલમાં આગની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. PM Modi આ અંગે અધિકારીઓને સૂચના પણ આપી હતી. આ બેઠકમાં PM Modi ની સાથે મુખ્ય સચિવ, ગૃહ સચિવ, IMD અને NDMA ના અધિકારીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: Election 2024: ઈન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર લડશે લોકસભાની ચૂંટણી, આ રાજ્યમાંથી નોંધાવી ઉમેદવારી

Tags :
Central Officersforest fireGujaratFirstIMDMonsoonNationalNDMApm modipm narendra modiSummerWeather