PM Narendra Modi એ Ashok gahelot ને ગણાવ્યા પોતાના મિત્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનના પ્રવાસે પહોંચ્યા. વડાપ્રધાન મોદીએ નાથદ્વારામાં રૂ. 5500 કરોડ રૂપિયાથી વધારેની વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરી, આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ હાજર રહ્યાં. વડાપ્રધાન મોદીએ અહીં જનસભાને સંબોધિત કરતા અશોક ગહેલોતને પોતાના મિત્ર ગણાવ્યા.
તો તેનાથી પહેલા અશોક ગહેલોતે કહ્યું કે, અમારી વચ્ચે દુશ્મની નથી માત્ર વિચારધારાની લડાઈ છે. જોકે ગહેલોતે ERCP પ્રોજેક્ટના મુદ્દા ઉઠાવતા કહ્યું કે, રાજસ્થાનના 13 જિલ્લાઓમાં પીવાના પાણીનું સંકટ છે. તેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો જળસંકટની સમસ્યાનું સમાધાન પહેલાં જ કરી લીધું હોત તો જળ જીવન મિશનની જરૂર જ ના પડી હોત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા અશોક ગહેલોતને પોતાના મિત્ર ગણાવ્યા તો તેના પહેલા અશોક ગહેલોતે કહ્યું કે, અમારી વચ્ચે દુશ્મની નથી માત્ર વિચારધારાની લડત છે. ગહેલોતે મંચ પરથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિવેદન કરી દીધું કે, લોકશાહીમાં દુશ્મની નથી હોતી માત્ર પાર્ટીઓમાં વિચારનો મતભેદ હોય છે.
આ પણ વાંચો : અશોક ગેહલોત બોલતા રહ્યા અને મોદી…મોદીના નારા લાગ્યા….