PM Modi In Punjab: સોગંધ મુજે ઇસ મિટ્ટી કી..ગુરુદાસપુરમાં ગરજ્યા PM MODI
Lok Sabha elections : લોકસભાની ચૂંટણીને લઇને PM મોદી હિમાચલ બાદ પંજાબ પહોંચ્યા છે.પંજાબના ગુરુદાસપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ I.N.D.I.A એલાયન્સ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે એક તરફ બીજેપી અને એનડીએ છે, વિકસિત ભારતનું સ્પષ્ટ વિઝન છે, 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે, ભ્રષ્ટાચાર પર જોરદાર હુમલો છે. જ્યારે બીજી તરફ વિપક્ષી ગઠબંધન અત્યંત સાંપ્રદાયિક, અત્યંત જાતિવાદી અને અત્યંત કુટુંબ આધારિત છે.પીએમ મોદીએ કહ્યું પંજાબનો વિકાસ મોદીની પ્રાથમિકતા છે.
સોગંધ મુજે ઇસ મિટ્ટી કી..
પીએમ મોદીએ સભા સંબોધતા કહ્યું કે મારુ સૌભાગ્ય રહ્યું છે પંજાબની ધરતી પર લાંબા સમય સુધી કામ કર્યુ. આ ધરતીએ મને શીખવાડ્યુ છે કે સોગંધ મુજે ઇસ મિટ્ટી કે દેશ નહી મિટને દૂંઆ, મે દેશ નહી ઝૂકને દૂંગા, મે દેશ નહી રુકને દૂંગા. પીએમ મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા રહ્યું કે શેહજાદે વિદેશમાં જઇને દેશને બદનામ કરે છે. તેઓ કહે છે ભારત કોઇ રાષ્ટ્ર નથી. શહેજાદાના ઉસ્તાદ કહી રહ્યા છે કે રામમંદિરના નિર્માણથી, હિંદુસ્તાનમાં રામનવમી ઉજવવાથી ભારતની ઓળખ પર ખતરો ઉભો થાય છે.
પાકિસ્તાન મામલે કોંગ્રેસ પર પ્રહાર
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ઇન્ડિ.ગઠબંધન વાળા દેશની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રસનો એજન્ડા શું છે? કે કાશ્મીરમાં ફરીથી 370 કલમ લાગુ કરવાની વાત કરે છે. તેઓને ફરીથી કાશ્મીરમાં આતંકવાદીઓ જોઇએ છે. તેઓને ફરીથી કાશ્મીરને અલગાવવાદીઓને સોંપવું છે. આ લોકો ફરીથી પાકિસ્તાનને મિત્રતાનો સંદેશ મોકલશે. પાકિસ્તાનને ગુલાબના ફુલ મોકલશે અને પાકિસ્તાન બોમ્બ બ્લાસ્ટ કરતુ રહેશે. આતંકી હુમલા કરતુ રહેશે. કોંગ્રેસ કહેશે કે કંઇ પણ થાય વાતચીત તો કરવી જ પડશે. એટલે કોંગ્રેસે અત્યારથી જ માહોલ બનાવવાનું શરૂ કરી દીધુ છે. તેમના નેતા કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ઇન્ડિ ગઠબંધન વાળા પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે આ નવુ ભારત છે ઘરમાં ઘુસીને મારશે.
આ પણ વાંચો - અધિકારીઓની બેદરકારીના કારણે હોસ્પિટલમાં દર્દીઓનું ઓપરેશન મોબાઈલ ફ્લેશ લાઈટના સહારે
આ પણ વાંચો - Swati Maliwal Assault Case: દિલ્હી મુખ્યમંત્રીના અંગત સચિવને 4 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા
આ પણ વાંચો - AC Guidelines: AC શરીર માટે સારુ કે ખરાબ, જાણો… સરકારે શું કહ્યું?