PM મોદીએ તુલસી ગાબાર્ડને ભેટમાં આપ્યું મહાકુંભનું પવિત્ર જળ,મળી રિટર્ન ગિફ્ટ
- PM મોદીએ તુલસી ગાબાર્ડને સાથે કરી મુલાકાત
- PM મોદીએ તુલસી ગાબાર્ડને આપી ભેટ
- તુલસી ગાબાર્ડે રાજનાથ સિંહ સાથે પણ કરી મુલાકાત
Pm Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબાર્ડ (PM Modi meets Tulsi Gabbard)સાથે સોમવારે મુલાકાત કરી છે. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ તુલસી ગાબાર્ડને (Tulsi Gabbard)પ્રયાગરાજના મહાકુંભમાંથી લાવેલું ગંગાજળ(Ganga water) ભેટ આપ્યું છે. મહાકુંભ 2025 ( Maha Kumbh)પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે યોજાયો હતો, જે 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયો હતો. આ ધાર્મિક મેળામાં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી.
તુલસી ગાબાર્ડે રાજનાથ સિંહ સાથે પણ કરી મુલાકાત
પીએમ મોદીને મળતા પહેલા તુલસી ગબાર્ડે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને ( Rajnath Singh)મળ્યા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા અમેરિકન ધરતી પર કરવામાં આવી રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મનું પાલન કરતી તુલસી ગાબાર્ડે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઘણીવાર સારા અને મુશ્કેલ બંને સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી શક્તિ અને માર્ગદર્શન મેળવે છે.
ભારત-અમેરિકાના સંબંધો વિશે કરી ચર્ચા
તુલસી ગાબાર્ડ રવિવારે સવારે નવી દિલ્હી પહોંચી હતી. ગુપ્તચર સહયોગ, સાયબર સુરક્ષા અને સંરક્ષણ સંબંધો પર ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તમને જણાવી દઈએ કે તુલસી ગાબાર્ડ સાથે વડાપ્રધાન મોદીએ અગાઉ ફેબ્રુઆરીમાં તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન બેઠક કરી હતી. અમેરિકામાં તેઓ તુલસી ગાબાર્ડને મળ્યા અને તેમને ભારત-અમેરિકા સંબંધોના મજબૂત સમર્થક તરીકે વર્ણવ્યા હતા.
#WATCH | Delhi: US Director of National Intelligence (DNI) Tulsi Gabbard met Prime Minister Narendra Modi today. The PM presented her with a vase containing Gangajal from the recently concluded Prayagraj Mahakumbh. pic.twitter.com/jJ0OJbggNF
— ANI (@ANI) March 17, 2025
આ પણ વાંચો -Aurangzeb નો મહિમા સહન નહી થાય..એક કાર્યક્રમાં બોલ્યા ફડણવીસ
પન્નુ પાસે અમેરિકા અને કેનેડાની સિટીઝનશીપ
શીખ ફોર જસ્ટિસના નેતા પન્નુ પાસે અમેરિકા અને કેનેડા એમ બે દેશોની ડ્યુઅલ સિટિઝનશીપ છે. તે આતંકવાદના આરોપો હેઠળ ભારતમાં વોન્ટેડ અપરાધી છે. તેને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi
રક્ષા સહયોગ પર ચર્ચા
તુલસી ગબાર્ડે ટેરિફ મુદ્દે જણાવ્યુ હતું કે, આ નિર્ણયને સકારાત્મક રીતે જોવાની જરૂર છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, વડાપ્રધાન મોદી ભારતની અર્થવ્યવસ્થા અને ભારતીયોના હિત માટે વિચારશે. પરંતુ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકા અને અમેરિકન્સના હિતમાં નિર્ણય લઈ રહ્યા છે. બંને દેશના નેતા આ મામલે સમાધાન કરવા તરફ આગળ વધી રહ્યા છે. ભારતના ત્રણ દિવસીય પ્રવાસ પર આવેલી ગબાર્ડે સોમવારે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી ભારત-અમેરિકાના રાજકીય સંબંધોને ગાઢ બનાવવા, વિશેષ રૂપે રક્ષા અને સુચના આપવા મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરતાં ચર્ચા કરી હતી.