PM Modi And Nazim: પીએમ મોદીએ જમ્મુ-કશ્મીરના લોકોને કરોડાના વિકાસ કાર્યોની આપી ભેટ
PM Modi And Nazim: આજે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) Srinagar પહોંચ્યા હતા. ત્યારે તેમણે Srinagar ના બક્ષી સ્ટેડિયમમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી.
- પીએમ મોદીએ શ્રીનગરમાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું
- સરકારી યોજના લાભાર્થીએ પ્રતિક્રિયા આપી
- પીએમ મોદીએ એક યુવકની તાત્કાલિક ઈચ્છા પૂર્ણ કરી
ત્યારે આ સ્ટેડિયમમાં જમ્મુ-કશ્મીર (Jammu-Kashmir) ના વિવિધ સ્થળોથી પીએમ મોદી (PM Modi) ના ચાહકો આવ્યા હતા. ત્યારે પીએમ મોદી (PM Modi) એ સ્ટેડિયમમાં આવેલા દરેક ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત જમ્મુ-કશ્મીર (Jammu-Kashmir) માં 6 હજાર 400 કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતું.
સરકારી યોજના લાભાર્થીએ પ્રતિક્રિયા આપી
જોકે આ સ્ટેડિયમાં પીએમ મોદી (PM Modi) સાથે જમ્મુ-કશ્મીર (Jammu-Kashmir) ની મહિલા દ્વારા સરકાર તરફથી મળેલી સરકારી યોજાઓના લાભ પર પ્રતિક્રિયા આપી હતી. એક મહિલા હમીદાએ કહ્યું હતું કે, તેમણે ધોરણ 12 પાસ કર્યું છે. ત્યાર બાદ તે પરિવાર સાથે કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે. ત્યારે વર્ષ 2013 માં એક સરકારી યોજનાના માધ્યમથી તેમણે પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. આજરોજ તે તેમની સાથે તે અનેક મહિલાઓને પોતાના વ્યવસાયના માધ્યમથી રોજગાર પૂરુ પાડી રહ્યા છે.
પીએમ મોદીએ એક યુવકની તાત્કાલિક ઈચ્છા પૂર્ણ કરી
તે ઉપરાંત પીએમ મોદી (PM Modi) ની જમ્મુ-કશ્મીર (Jammu-Kashmir) યાત્રા દરમિયાન 1000 યુવકોને રોજગારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના એક યુવક નાઝિમ સાથે પીએમ મોદી (PM Modi) એ વાર્તાલાપ કર્યો હતો. ત્યારે યુવકે જણાવ્યું હતું કે, મધમાખીના મધનો વ્યવસાય કરે છે. નાઝિમે વધુમાં કહ્યું કે, કશ્મીર સરકાર દ્વારા લોકોને સફેદ ક્રાંતિ, હરિયાણી ક્રાંતિ અને હાલમાં, સ્વીટ ક્રાંતિનો લાભ મળી રહ્યો છે. તે ઉપરાંત આ યુવકે પીએમ મોદી (PM Modi) સાથે સ્લેફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે ઈચ્છા પીએમ મોદી (PM Modi) એ જનસભાના સમાપન પૂરી કરી હતી.
આ પણ વાંચો: PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જમ્મી કાશ્મીર ભાષણમાં કરેલી ખાસ 10 વાતો