Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha: PM Modi એ અનામતને લઈને નહેરુ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

Lok Sabha PM Modi Speech: આજ રોજ PM Modi એ લોકસભામાં સંબોધન આપ્યું હતું. આ સંબોધન રાષ્ટ્રપતિને આભાર પ્રસ્તાવ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તે સહિત આ સંબોધન બજેટ સત્રને અનુલક્ષીને હતું. #WATCH | Prime Minister Narendra Modi arrives in...
lok sabha  pm modi એ અનામતને લઈને નહેરુ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

Lok Sabha PM Modi Speech: આજ રોજ PM Modi એ લોકસભામાં સંબોધન આપ્યું હતું. આ સંબોધન રાષ્ટ્રપતિને આભાર પ્રસ્તાવ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તે સહિત આ સંબોધન બજેટ સત્રને અનુલક્ષીને હતું.

Advertisement

PM Modi એ કહ્યું, "President દ્રૌપદી મુર્મુએ તેમના સંબોધનમાં ભારતની ક્ષમતા, શક્તિ અને ઉજ્જવળ ભવિષ્ય વિશે વાત કરી. હું President દ્રૌપદી મુર્મુનો આભાર માનું છું..."

Advertisement

PM Modi એ કહ્યું કે, "હું તે દિવસે કહી ન શક્યો, પરંતુ હું ખડગે જીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. હું તે દિવસે ખૂબ જ ધ્યાનપૂર્વક અને આનંદથી તેમના સંબોધને સાંભળી રહ્યો હતો. કારણ કે... લોકસભામાં અમને જે મનોરંજનની અછત હતી તે તેઓ પૂરી કરી હતી."

Advertisement

PM Modi એ કહ્યું કે, આગામી Loksabha Election માં West Bengal માં Congress 40 સીટ પણ પાર કરી શકશે નહીં. તેથી હું પ્રાર્થના કરું છું કે, Congress 40 જેટલી સીટ West Bengal માં પ્રાપ્ત કરે.

PM Modi એ કહ્યું કે, "મને છેલ્લા વર્ષોની ઘટના યાદ છે. જુની સંસદમાં મારી અવાજને દબાવવામાં આવી રહ્યો હતો. તે ઉપરાંત આ સમયે પણ એવું જ કંઈક કરવામાં આવશે તેની મને જાણ છે. પરંતુ સંસદમાં મારા અવાજને કોઈ દબાવી શકશે. ભારતની જનતાએ મારા અવાજને મજબૂક કર્યો છે.

PM Modi એ કહ્યું કે, "અગાઉ Mallikarjun Kharge રાજ્યસભામાં લાંબા સમય સુધી બોલ્યા હતા. ત્યારે હું વિચારતો હતો કે તેમને લાંબા સમય સુધી બોલવાની તક કેવી રીતે મળી અને પછી મને સમજાયું કે બે ખાસ કમાન્ડર ત્યાં હાજર ન હતા.  તો મને લાગે છે કે, Mallikarjun Kharge એ  'ઐસા મૌકા ફિર કહા મિલેગા' ગાયન સાંભળ્યું જ હશે..."

PM Modi એ કહ્યું કે, તો પણ મને એક વાતનો ખુબ આનંદ થયો હતો. જ્યારે તેમણે NDA ના પક્ષમાં 400 પારનો હુંકાર લગાવ્યો હતો. હું આ સંબોધનને આર્શિવાદરૂપ ગણીને યાદ રાખીશ.

PM Modi એ કહ્યું કે, Mallikarjun Kharge ને રાજ્યસભામાં અને લોકસભામાં સાંભળું છું, ત્યારે મારી માન્યતા વધુ મજબૂત થાય છે કે તેમની વિચારસરણી સાથે તેમનો પક્ષ પણ જૂનો થઈ ગયો છે. કારણ કે... દાયકાઓ સુધી દેશ પર શાસન કરનાર આટલી વિશાળ પાર્ટીએ આટલું પતન જોયું છે.  તેનાથી અમને આનંદ નથી, પરંતુ તમારી સાથે અમારી સહાનુભૂતિ છે.

PM Modi એ કહ્યું કે," જે કોંગ્રેસે આપણી જમીનનો મોટો હિસ્સો દુશ્મનોને આપી દીધો, જે કોંગ્રેસે દેશની સેનાના આધુનિકીકરણને અટકાવ્યું, તે કોંગ્રેસ આજે આપણને રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા પર ભાષણો આપી રહી છે. Congress એ તેના સંપૂર્ણ સાશનકાળ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાને 12 માં નબંરથી 11 માં નંબર પર લાવી ના શકી. પરંતુ મોદી સરકારે 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5 માં ક્રમાંક પર લાવીને મૂકી દીધી.

PM Modi એ કહ્યું કે, "જે કોંગ્રેસે ક્યારેય OBC ને સંપૂર્ણ આરક્ષણ આપ્યું નથી, સામાન્ય વર્ગના ગરીબોને ક્યારેય અનામત નથી આપી, જેણે બાબા સાહેબને ભારત રત્ન માટે લાયક નથી માન્યા, તે માત્ર તેના પરિવારને જ ભારત રત્ન આપતી રહી હતી. તેઓ હવે આપણને સામાજિક ન્યાયનો પાઠ ભણાવે છે. જેમની પાસે નેતા તરીકે કોઈ ગેરંટી નથી તેઓ મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવી રહ્યા છે...."

PM Modi એ કહ્યું કે, "કોંગ્રેસ કે જેણે સત્તાના લોભમાં ખુલ્લેઆમ લોકશાહીનું ગળું દબાવ્યું, કોંગ્રેસે જેણે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને રાતોરાત વિખેરી નાખી. કોંગ્રેસે જેણે બંધારણીય મર્યાદાને જેલમાં ધકેલી દીધી, આટલું પૂરતું ન હતું, હવે... તેઓ ઉત્તર અને દક્ષિણ તોડવાના નિવેદનો કરી રહ્યા છે. આ કોંગ્રેસ અમને લોકશાહી અને સંઘવાદ પર પ્રવચન આપી રહી છે ! "

PM Modi એ કહ્યું કે," આ ગૃહમાં અંગ્રેજોને યાદ કરવામાં આવ્યા, રાજા-મહારાજાઓનો તે સમયે અંગ્રેજો સાથે ગાઢ સંબંધ હતો... હું પૂછવા માંગુ છું - અંગ્રેજોથી કોણ પ્રેરિત હતા ? આઝાદી પછી પણ દેશમાં વસાહતી માનસિકતાને કોણે પ્રોત્સાહન આપ્યું ? જો તમે અંગ્રેજોથી પ્રેરિત ન હતા, તો તમે તેમના દ્વારા ઘડવામાં આવેલ IPC નો મુદ્દો કેમ ન બદલ્યો ? તમે તેમના દ્વારા ઘડવામાં આવેલા સેંકડો કાયદાઓને શા માટે ચાલુ રાખવા દીધા? શું દાયકાઓ પછી પણ લાલ દીવાદાંડીની સંસ્કૃતિ ચાલુ રહી ?

આ પણ વાંચો: PM Modi એ લોકસભામાં સંબોધન આપ્યું, રાષ્ટ્રપતિને આભાર પ્રસ્તાવ કર્યો રજૂ

Tags :
Advertisement

.