Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PLA Ladakh: લદ્દાખમાં China સૈનિકોએ ભારતીય PLA માં પ્રવેશી લોકોને કર્યા પરેશાન

PLA Ladakh: લદ્દાખમાં ભારતીય જમીન પર ફરી એકવાર china દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી છે. આ વખતે china દ્વારા ભારતની Line of actual cntrol માં આવીને મનમાની કરવામાં આવી હતી. chinaની people's liberation army એ ભારતીય પશુપાલકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો....
05:52 PM Jan 31, 2024 IST | Aviraj Bagda
In Ladakh, Chinese soldiers entered Indian territory and disturbed the people

PLA Ladakh: લદ્દાખમાં ભારતીય જમીન પર ફરી એકવાર china દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી છે. આ વખતે china દ્વારા ભારતની Line of actual cntrol માં આવીને મનમાની કરવામાં આવી હતી. chinaની people's liberation army એ ભારતીય પશુપાલકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

china ના સૈનિકો દ્વારા ભારતીય જમીનમાં ઘૂસણખોરી

આ ઘટના પૂર્વ લદ્દાખમાં ચોશુલથી 87 કિમી દક્ષિણે આવેલા ન્યોમા પાસે બની હતી. આ ઘટનાની જાણ Video સામે આવ્યા બાદ દેશને થઈ હતી. આ વીડિયો શેર કરતા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. બીજી તરફ એક સ્થાનિક કાઉન્સેલરે લખ્યું છે કે જુઓ કેવી રીતે સ્થાનિક લોકોએ china સૈનિકોનો બહાદુરીથી સામનો કર્યો.

china ના સૈનિકોએ લોકોને પરેશાન કરતો વીડિયો બનાવ્યો

આ ઘટનાનો chinaના ઘણા સૈનિકો video બનાવતા જોવા મળી રહ્યા હતા. તેઓ 2-3 સ્થાનિક લોકોની આસપાસ જોવા મળે છે, જેઓ ત્યાં તેમના પશુઓ ચરાવી રહ્યા હતા. તેઓ થોડો સમય વાત કરે છે અને પછી જ્યારે સ્થાનિક લોકો બહાર નીકળવાનું શરૂ કરે છે, ત્યારે chinaઓ તેમની પાછળ પડે છે.

કોંગ્રેસ દ્વારા મોદી સરકાર કર ઘટનાને લઈ કટાક્ષ કરાયા

તે સહિત કોંગ્રેસ દ્વારા આ Video શેર કરતા લખ્યું હતું કે, china તેની અવળચંડાઈ કરવાનું છોડી રહ્યું નથી. હવે લદ્દાખમાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં china સૈનિકો ચરવાહોને આપણી જમીનમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે. china સૈનિકોએ પશુપાલકો સાથે પણ ઘર્ષણ કર્યું હતું. આખરે, china ની હિંમત કેવી રીતે થઈ? અમારી જમીન પર પગ મૂકવાની હિંમત કેવી રીતે કરી? શું પીએમ મોદી આ વખતે પણ china ને ક્લીનચીટ આપશે અને કહેશે કોઈએ પ્રવેશ કર્યો નથી. આ નાપાક કૃત્ય પર સરકારે china ને કડક સંદેશ આપવો જોઈએ.

આ પણ વાંચો: Jharkhand : હેમંત સોરેનના ઘરેથી ED એ રૂ.36 લાખ રોકડા જપ્ત કર્યા

Tags :
ChinachinaindiaGujaratFirstindian army soldierLadakhladakh borderladakhwarPLAPLA ladakhsoldier
Next Article