PARIS OLYMPICS સ્ટાર VINESH PHOGAT ના કોંગ્રેસમાં જોડાવવાના એંધાણ, હરિયાણા ચૂંટણીમાં આવશે મેદાને?
- PARIS OLYMPICS માં ભારતનું નામ ઉજળું કરનાર VINESH PHOGAT હવે વધુ એક વખત ચર્ચામાં
- વિનેશ ફોગાટ શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના પરિવારને મળ્યા
- વિનેશ ફોગાટ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે
VINESH PHOGAT TO JOIN CONGRESS? : PARIS OLYMPICS માં ભારતનું નામ ઉજળું કરનાર VINESH PHOGAT હવે વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. વિનેશ ફોગાટ શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના પરિવારને મળ્યા હતા. આ મુલાકાત પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ છે કે વિનેશ ફોગાટ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કેટલીક અટકળો અનુસાર, તેઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં આવી શકે છે. હવે આ બાબત સામે આવ્યા બાદ આ બાબત ચર્ચાનો વિષય બની છે.
કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડાનું 'X' પર નિવેદન
दिल्ली निवास पर देश की बेटी, हरियाणा की शान हमारी बहन विनेश फोगाट और उनके पति भाई सोमवीर राठी से पारिवारिक भेंट हुई। @Phogat_Vinesh pic.twitter.com/0biGRQFcPM
— Deepender S Hooda (@DeependerSHooda) August 23, 2024
આ મુલાકાત અંગે રોહતકના કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ભૂતપૂર્વ ટ્વિટર) પર એક પોસ્ટ કરી હતી. હુડ્ડાએ લખ્યું, "દેશની દીકરી, હરિયાણાના ગૌરવ, અમારી બહેન વિનેશ ફોગાટ અને તેમના પતિ સોમવીર રાઠી સાથે તેમના દિલ્હીના નિવાસસ્થાને પારિવારિક મુલાકાત કરી હતી."
હરિયાણા વિધાનસભા ચૂંટણીની તૈયારી
હરિયાણામાં 1 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યાં તમામ સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. 4 ઓક્ટોબરે મતગણતરી યોજાશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે.ઉલ્લેખનીય છે કે, ગયા શનિવારે, દીપેન્દ્ર હુડ્ડાએ પેરિસ ઓલિમ્પિકથી પરત ફરતી વખતે વિનેશ ફોગાટનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઘટનાએ પણ ઘણી અટકળોને વેગ આપ્યો છે.
VINESH PHOGAT અંગે કોંગ્રેસના નેતાએ આપી સ્પષ્ટતા
કોંગ્રેસના નેતા અને પાર્ટીના હરિયાણા મામલાના પ્રભારી દીપક બાબરિયાને પૂછવામાં આવ્યું કે શું વિનેશ ફોગાટને વિધાનસભા ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી સંપર્ક કરવામાં આવ્યો છે.બાબરિયાએ જણાવ્યું કે, "મને ખબર નથી કે અમારા કોઈ નેતાએ તેમનો સંપર્ક કર્યો છે કે કેમ, પણ જો તે ચૂંટણી લડવા માંગે છે તો તેમનું સ્વાગત છે."
આ પણ વાંચો : RED ALERT : આવનારા દિવસોમાં દેખાશે વરસાદનો પ્રકોપ! જાણો કયા રાજ્યમાં કેવી રહેશે સ્થિતિ