PAPER LEAK: સરકારે હાઇલેવલ કમિટીની કરી રચના,આ દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
PAPER LEAK: દેશમાં પેપર લીકના મુદ્દાએ જોર પકડ્યું છે.એક મહિનામાં ચાર વખત NTA નિષ્ફળ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં યુવાનોનું ભવિષ્ય લટકી રહ્યું છે.શિક્ષણ મંત્રાલય (Minister of Education) પણ એક્શન મોડમાં છે.NEET પેપર લીક કેસમાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધા (Dharmendra Pradha) ને શનિવારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના ભૂતપૂર્વ વડા. રાધાકૃષ્ણનના નેતૃત્વમાં આ સમિતિની રચના કરવામાં આવી છે. જે તપાસ કરશે અને 2 મહિનામાં મંત્રાલયને અહેવાલ સુપરત કરશે.
સમિતિમાં કુલ સાત લોકોનો સમાવેશ
મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે સાત લોકોની આ સમિતિ પરીક્ષા પ્રક્રિયામાં સુધારો કરવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ સુધારવા અને NTAના માળખા પર કામ કરશે. આ સાથે કમિટી પોતાનો રિપોર્ટ 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને સોંપશે. આ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણન ચાર્જ સંભાળશે. શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ અને સભ્યો નીચે મુજબ છે
Ministry of Education constitutes a High-Level Committee of Experts under the chairmanship of Dr. K. Radhakrishnan, Former Chairman, ISRO and Chairman BoG, IIT Kanpur, to ensure transparent, smooth and fair conduct of examinations.
The Committee to make recommendations on…
— Ministry of Education (@EduMinOfIndia) June 22, 2024
કમિટીમાં કોણ કોણ સામેલ
આ હાઈ લેવલ કમિટીના ચેરમેન તરીકે ઈસરો(ISRO)ના પૂર્વ ચેરમેન ડો.કે.રાધાકૃષ્ણનને જવાબદારી આપવામાં આવી છે. આ કમિટીમાં અધ્યક્ષ અને મેમ્બર્સના લિસ્ટમાં એઈમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરીયા પણ સામેલ છે.ત્યારે હૈદરાબાદસેન્ટ્રલ યૂર્નિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બીજે રાવ, આઈઆઈટી મદ્રાસના સિવિલ એન્જિનિયર વિભાગના પ્રોફેસર એમેરિટસ રામમૂર્તિ કે, પીપલ સ્ટ્રોન્ગના સહ-સંસ્થાપક અને કર્મયોગી ભારતના બોર્ડના સભ્ય પંકજ બંસલ, આઈઆઈટી દિલ્હીના ડીન પ્રોફેસર આદિત્ય મિત્તલ શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલ સામેલ છે.
બિહાર EOUએ રિપોર્ટ સુપરત કર્યો
તેની વચ્ચે બિહારના ઈકોનોમિક ઓફેન્સ યુનિટે (EOU) NEET પેપર લીક સંબંધિત તપાસ રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં પુરાવાની સાથે આરોપીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. હવે EOUના તપાસ રિપોર્ટના આધારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આગળનો નિર્ણય લેશે.
આ પણ વાંચો - FRIENDSHIP:આકાશ, સમુદ્ર અને ધરા પર ભારત-બાંગ્લાદેશની દોસ્તી નવો અધ્યાય લખશે!
આ પણ વાંચો - Notification : મોડી રાત્રે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી…
આ પણ વાંચો - NEET Exam : પિતા-પુત્રનું કારસ્તાન, દેશમાં ખળભળાટ