Bahraich: શાળામાં બાળકોહાથમાં પેલેસ્ટિનિયન ધ્વજ, ફોટો વાયરલ થતા પોલીસ તપાસ હાથ ધરી
Bahraich: ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાાં આવેલી એક શાળાનો ફોટો અત્યારે સોશિયલ મીડિયાાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા ફોટામાં કેટલાક બાળકોના હાથમાં પેલેસ્ટાઈન ઝંડો જોવા મળી રહ્યો છે, આ ઝંડા સાથે ફ્રી અક્સા લખેલું એક પોસ્ટર પણ જોવા મળે છે. જો કે, આ ફોટો કે, પોસ્ટર સહિતની વિગતોનું ગુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતું નથી. ઉલ્લેખનીય છે કે, અત્યારે પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરીને તપાસ આરંભી દીધી છે.
તસવીર વાયરલ થતા સોશિયલ મીડિયામાં ચર્ચા જામી
નોંધનીય છે કે,વાયરલ ફોટોને લઈને અત્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ તસવીર રિસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળા છે. મળતી વિગતો પ્રમાણે આ શાળા ધોરણ 1 થી ધોરણ 10 સુધી ચાલે છે. અહીં સાથે જ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમર્થનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. શાળાનો જે ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તેને લઈને આ વિસ્તારમાં સ્કૂલ મેનેજમેન્ટને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.ફોટો વાયરલ થયા બાદ પોલીસે તેમની પ્રવૃત્તિ વધારી દીધી છે. પોલીસ અત્યારે શાળાએ પહોંચીને તપાસ કરી કરી રહી છે.
પોલીસે શાળામાં જઈને સંચાલકોની પૂછપરછ કરી
આ બાબતે જાણકારી આપતા રિસિયા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પ્રદીપ સિંહ જણાવે છે કે, ֺ‘આની વિગતો અમને મળી છે. અમે શાળામાં જઈને શાળા સંચાલક પાસે વિગતો લીધી અને પૂછપરછ પણ કરી રહ્યા છીએ. જો કેસ વોરંટમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: Sandeshkhali controversy: પશ્ચિમ બંગાળમાં વધુ એક સામુહિસ દુષ્કર્મનો કેસ નોંધાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ