ભારતના જાસૂસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે ધારે તેને ઠાર કરી શકે, અમેરિકાના દાવા બાદ પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું
- પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચો પર મગરના આંસુ સારવાનું શરૂ કર્યું
- અમેરિકા અને લંડનના અખબાર ભારતની ગુપ્તચર એજન્સી અંગે અહેવાલ છાપ્યો
- પાકિસ્તાની જનતાએ સરકારી એજન્સીઓની ઝાટકણી કાઢતા હવે નવો પેંતરો અજમાવ્યો
ઇસ્લામાબાદ : ભારતીય જાસુસો અંગે અમેરિકી મીડિયામાં મોટો દાવો કરાયા બાદ પાકિસ્તાન એકવાર ફરીથી ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુચે ભારત પર પાકિસ્તાનની અંદર નાગરિકોની હત્યા કરવાનો આક્ષેપ કર્યો. બલોચે કહ્યું કે, પાકિસ્તાને દેશની અંદર આતંકવાદી હુમલાની સાથે સાથે પાકિસ્તાની જમીન પર પાકિસ્તાની નાગરિકોની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના નક્કર પુરાવા આપ્યા છે. પાકિસ્તાની પ્રવક્તાએ ઓસ્ટ્રેલિયામાં એક કથિત જાસુસી નેટવર્ક અને અમેરિકા મીડિયામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યાના કથિત ષડયંત્રના દાવા અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં આ આક્ષેપો કર્યા છે.
સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન
બલુચે કહ્યું કે, પાકિસ્તાને પહેલા જ કહ્યું છે કે, દક્ષિણ એશિયામાં દશકોથી રહેલા ભારતોનું જાસુસી નેટવર્ક અનેક મહાદ્વીપો સુધી ફેલાયેલું છે અને હવે તે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનો વિષય છ. બલુચે કહ્યું કે, આ પ્રકારની કાર્યવાહી બિનકાયદેસર, આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની સાથે પાયાના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયને કરી અપીલ
બલુચે કહ્યું કે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરે છે કે તેઓ ભારતને તેના બિનકાયદેસર પગલા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને વિદેશમાં કરવામાં આવી રહેલ કાર્યવાહી માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. ગત્ત મહિને જ બ્રિટિશ અખબાર ગાર્ડિયને પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, ગત્ત 3 વર્ષોમા પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 20 થી વધારે ભારત વિરોધી આતંકવાદીઓની હત્યા કરવામાં આવી. અખબારે તેની પાછળ ભારતીય ગુપ્તચર એજન્સીનો હાથ હોવાનો દાવો કર્યો હતો. જો કે આ દાવા માટે કોઇ પુરાવો આપ્યો નહોતો. માત્ર ન્યૂઝ આર્ટિકલ જ છાપ્યો હતો. જેના આધારે હવે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત વિરોધી પ્રોપેગન્ડા ફેલાવી રહ્યુ છે.
રિપોર્ટ આવ્યા બાદ પાકિસ્તાન સરકારની ફજેતી થઇ
રિપોર્ટ સામે આવ્યા બાદ પાકિસ્તાને આંતરિક રાજકારણનો સામનો કરવો પડ્યો હતો. લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પાકિસ્તાનની સરકારી એજન્સીઓની સ્થાનિક લોકોએ ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદથી જ પાકિસ્તાન હવે પોતાનો રોષ આંતરરાષ્ટ્રીય મંચો પર ઉતારી રહ્યું છે. આ સમાચાર બાદ પાકિસ્તાને પોતાનો પ્રોપેગન્ડા મોડલ શરૂ કર્યું હતું.અમેરિકી સમાચાર પત્ર વોશિંગ્ટન પોસ્ટે હાલમાં જ પોતાના રિપોર્ટમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કથિત કાવત્રામાં ભારતીય ગુપ્તચર એજન્સી રૉના અધિકારીઓનું નામ લીધું હતું. ભારતીય ગુપ્તચર એજન્સી રૉના અધિકારીનું નામ લીધું હતું. આ રિપોર્ટને ભારતે ફગાવી દીધો હતો અને આ પ્રકારની અફવા ફેલાવા માટે પણ અપીલ કરી હતી.