ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને તોડ્યું સીઝફાયર,ગોળીબારમાં BSFનો એક અધિકારી ઘાયલ

સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકત જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને તોડ્યું સીઝફાયર ગોળીબારમાં BSFનો એક અધિકારી ઘાયલ રામગઢ, અરનિયા સેક્ટરમાં સીઝફાયર તોડ્યું સુરક્ષાદળો દ્વારા વળતો જડબાતોડ જવાબ   જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરના રામગઢમાં મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને...
10:10 AM Nov 09, 2023 IST | Hiren Dave

સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકત
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને તોડ્યું સીઝફાયર
ગોળીબારમાં BSFનો એક અધિકારી ઘાયલ
રામગઢ, અરનિયા સેક્ટરમાં સીઝફાયર તોડ્યું
સુરક્ષાદળો દ્વારા વળતો જડબાતોડ જવાબ

 

જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરના રામગઢમાં મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. બીએસએફ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે. આ અગાઉ ઓક્ટોબરમાં પણ પાકિસ્તાને અરનિયા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું જેમાં બે જવાન ઘાયલ થયા હતા..

બિનઉશ્કેરણીજનક ગોળીબાર

જમ્મુના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ગુરુવારે વહેલી સવારે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા અચાનક જ ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં બીએસએફના એક જવાન ઘાયલ થયા છે. જમ્મુ સરહદે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ત્રીજી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.. અધિકારીએ જણાવ્યું કે બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે અને તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઘાયલ સૈનિકને બાદમાં જમ્મુની જીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. BSFએ એક નિવેદનમાં કહ્યું કે '8/9 નવેમ્બર 2023ની રાત્રે, પાકિસ્તાન રેન્જર્સે રામગઢ વિસ્તારમાં બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો, જેનો BSF જવાનોએ યોગ્ય જવાબ આપ્યો હતો.

 

12.20 કલાકે ગોળીબાર થયો

રામગઢ સામુહિત સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. લખવિંદર સિંહે જણાવ્યું હતું કે ઘાયલ બીએસએફ જવાનને 1 વાગ્યે સારવાર માટે કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. ગેરડાના એક ગ્રામીણ મોહન સિંહ ભાટીએ જણાવ્યું હતું કે ગોળીબાર લગભગ 12.20 વાગ્યે શરૂ થયો હતો. તેમણે કહ્યું કે 'આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબારને લીધે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન રેન્જર્સે 28 ઓક્ટોબરે લગભગ સાત કલાક સુધી ભારે ગોળીબાર પણ કર્યો હતો. જેના કારણે બીએસએફના બે જવાન અને એક મહિલા ઘાયલ થયા છે.

 

આ  પણ  વાંચો -MP ELECTION 2023: માયાવતી MPમાં થઈ એક્ટિવ, UPમાં BSPની સરકાર બનાવવાની ફોર્મ્યુલા જણાવી

 

 

Tags :
Jammu-KashmirShopianterrorist
Next Article