Pahalgam Terror Attack: સાતફેરા લીધાને થયા હતા સાત દિવસ, આતંકે ઉજાડ્યો સાત ભવનો સંસાર
- પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત
- ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનયની પત્નીએ વિદાય આપી
- પત્ની તેમના પાર્થિવ શરીરને ગળે લગાવીને રડી પડી
Pahalgam Attack News : પહેલગામ ( Pahalgam)આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ દેશભરમાં શોકનો માહોલ છે. આ હુમલામાં શહીદ થયેલા ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલને(Lieutenant Vinay Narwal) તેમની પત્નીએ હૃદયસ્પર્શી અને આંસુભરી વિદાય આપી. જ્યારે વિનય નરવાલના પાર્થિવ શરીરને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર નવી દિલ્હી લાવવામાં આવ્યું ત્યારે તેમની પત્ની તેમના પાર્થિવ શરીરને ગળે લગાવીને રડી પડી. આ સમય દરમિયાન તે કહેતી રહી, "હું કેવી રીતે જીવીશ? હું કેવી રીતે ટકીશ?" નોંધનીય છે કે, આ કપલના લગ્ન માત્ર સાત દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ થયા હતા.
શહીદની પત્નીનો વલોપાત
જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વિનય નરવાલનો પાર્થિવ દેહ જ્યારે દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો ત્યારે લગણીસભર દ્રશ્યો જોવા મળી હતા. આ દરમિયાન ભારતીય નેવીના શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલના પત્નીએ ભાવુક થઈ કહ્યું હતું કે, મેં તારી સાથે શ્રેષ્ઠ સમય ગાળ્યો..હું તમારા પર ગર્વ કરું છું.જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વિનય નરવાલના પરિવારના સભ્યો ઉપરાંત નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ પણ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લેફ્ટનન્ટ વિનય નરવાલના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના ઉપરાંત વાયુસેના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ નરવાલને શ્રદ્ધાંજલિ આપી છે.
આ પણ વાંચો - J&K Pahalgam Attack : પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ રાજનાથ સિંહનું મોટું નિવેદન
કરનાલના રહેવાસી હતો વિનય નરવાલ
26 વર્ષીય વિનય નરવાલ તેની પત્ની સાથે પહેલગામમાં રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે હરિયાણાના કરનાલ જિલ્લાના ભુસલી ગામનો રહેવાસી હતા. તેમનો પરિવાર કરનાલ શહેરમાં રહે છે. આ કપલના લગ્ન સાત દિવસ પહેલા જ થયા હતા. તેમના એક સંબંધીએ જણાવ્યું કે, તેમના લગ્ન પછી બધા ઉજવણી અને ખુશ હતા પરંતુ અચાનક આ દુઃખદ સમાચાર આવ્યા.
આ પણ વાંચો - Pahalgam Terrorist Attack બાદ પાકિસ્તાનમાં ફફડાટ,પાકિસ્તાનમાં હાઈએલર્ટ જાહેર
લગ્નનું રિસેપ્શન ત્રણ દિવસ પહેલા જ 19 એપ્રિલે હતું
દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં કાયર આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા પ્રવાસીઓમાં કરનાલના પુત્ર લેફ્ટનન્ટ વિનય નરવાલનો પણ સમાવેશ થાય છે. નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમની પત્ની હિમાંશી સાથે પ્રવાસ પર ગયા હતા. બંનેએ છ દિવસ પહેલા 16 એપ્રિલના રોજ મસૂરીમાં એક ડેસ્ટિનેશન વેડિંગમાં લગ્ન કર્યા હતા. હિમાંશી ગુરુગ્રામની રહેવાસી છે. લગ્નનું રિસેપ્શન ત્રણ દિવસ પહેલા જ 19 એપ્રિલના રોજ કરનાલમાં યોજાયું હતું. વિનયની કાકી માયા દેવીએ જણાવ્યું કે, રિસેપ્શન પછી તરત જ નવપરિણીત યુગલ હનીમૂન પર ગયું. સેક્ટર સાતમાં આવેલું ઘર લગ્નની ખુશીઓથી ભરેલું હતું. મહેમાનો ચાલ્યા ગયા હતા. પરિવારમાં લગ્નની ચર્ચા ચાલી રહી હતી. ઘરે દાદા હવા સિંહ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત છે. પિતા રાજેશ સેન્ટ્રલ કસ્ટમ્સ વિભાગમાં છે. માતા આશા ગૃહિણી છે. દાદી બીરુ દેવી પણ ગૃહિણી છે. બહેન સૃષ્ટિ વિનય કરતાં નાની છે. 26 વર્ષનો વિનય લગ્ન માટે રજા પર આવ્યો હતો. કાકીએ જણાવ્યું કે પરિવારના સભ્યોને બપોરે સમાચાર મળ્યા કે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે.