Pahalgam Terror Attack : PM મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક શરૂ, ગૃહપ્રધાન-રક્ષમંત્રી અને NSA અજીત ડોભાલ હાજર
- આતંકવાદી હુમલા બાદ સરકાર એક્શન મોડમાં
- PM મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક શરૂ
- ગૃહપ્રધાન-રક્ષમંત્રી અને NSA અજીત ડોભાલ હાજર
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને આજે વહેલી સવારે જ ભારત પરત ફર્યા છે અને ત્યારબાદ સતત બેઠકોનો દોર યથાવત છે. ત્યારે હાલમાં PMOમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)એ તેમની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક યોજી છે.
CCSની બેઠકમાં સંરક્ષણમંત્રી, વિદેશમંત્રી પણ હાજર
આ બેઠકમાં ભારતની સુરક્ષા પરિસ્થિતિ, ખાસ કરીને પહેલગામ હુમલાના સંદર્ભમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ(Amit shah), સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ જયશંકર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે, હાલમાં ઘાયલ થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
અમિત શાહે ઘટના સ્થળની લીધી મુલાકાત
ઉલ્લેખનીય છે કે ગઈકાલે આતંકી હુમલાના સમાચાર બાદ તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર જવા માટે રવાના થયા હતા અને શ્રીનગરમાં પણ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને આજે થોડા સમય પહેલા જ તેઓ શ્રીનગરથી દિલ્હી પરત ફર્યા છે અને પરત ફર્યા પછી તરત જ તેમણે CCS મીટિંગમાં હાજરી આપી છે. તમને જણાવી દઈએ તે ગૃહપ્રધાને આજે સવારે પહેલગામમાં ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઘાયલોને પણ મળ્યા અને શ્રીનગરમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.