ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Bihar : વિધાનસભામાં કેમ થયો હંગામો? મંત્રીઓ અને ધારાસભ્યો હાથમાં પોસ્ટરો લઈ કેમ નારેબાજી કરી રહ્યા છે ?

બિહાર વિધાનસભામાં થયેલા હંગામાને કારણે વાતાવરણ ગરમાયું છે. નેતાઓ હાથમાં પોસ્ટરો લઈને નારેબાજી કરતા જોવા મળ્યા. મંત્રી અશોક ચૌધરીએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી.
01:43 PM Mar 17, 2025 IST | MIHIR PARMAR
બિહાર વિધાનસભામાં થયેલા હંગામાને કારણે વાતાવરણ ગરમાયું છે. નેતાઓ હાથમાં પોસ્ટરો લઈને નારેબાજી કરતા જોવા મળ્યા. મંત્રી અશોક ચૌધરીએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી.
featuredImage featuredImage
Opposition uproar in Bihar Assembly Gujarat First

Bihar News : કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને બિહાર વિધાનસભામાં વિપક્ષે હંગામો મચાવ્યો છે. નેતાઓ હાથમાં પોસ્ટર લઈને વિરોધ કરતા જોવા મળી રહ્યાં છે. વિપક્ષના હોબાળા પર મંત્રી અશોક ચૌધરીએ વળતો પ્રહાર કર્યો અને વધતા ક્રાઈમને લઈને વિરોધ દર્શાવ્યો. તેમણે કહ્યું કે ગુનેગારોને પકડીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.

અશોક ચૌધરીનો વિપક્ષ પર પ્રહાર

મંત્રી અશોક ચૌધરીએ વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષ પાસે મુખ્યમંત્રીના રાજીનામા સિવાય બીજી કોઈ માંગ જ નથી. એ લોકોને પોતાનો સમય યાદ નથી. મંત્રીએ કહ્યું કે, અમારા સમયમાં અમે માનીએ છીએ કે ઘટનાઓ બની છે. હોળી દરમિયાન પોલીસ સાથે કેટલીક ઘટનાઓ બની છે, જેના પર સરકાર કડક વલણ અપનાવી રહી છે. આ ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તેમને બક્ષવામાં નહીં આવે.

મંત્રીએ વિપક્ષ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે લોકો અમારા સમયમાં બનેલી ઘટનાઓ પર હંગામો મચાવી રહ્યા છે તેઓ પોતાનો સમય ભૂલી ગયા છે. નીતિશ કુમારના સમયમાં કોઈ પણ ગુનેગારને રક્ષણ નતી મળતું. પરંતુ તેમના સમયમાં રાજ્ય પ્રાયોજિત અપરાધ (સરકારી સત્તાનો દુરુપયોગ કરીને કરવામાં આવતો અપરાધ) થયો હતો. પછી ભલે તે હત્યા હોય, ખંડણી હોય કે અપહરણ હોય. અમારા સમયમાં આવી કોઈ ઘટના બની હોવાનો કોઈ પુરાવો તેમની પાસે હોય તો કૃપા કરીને આપો.

બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

'આજે બિહાર વિધાનસભાના બજેટ સત્રના દસમા દિવસે બિહારમાં વધી રહેલા ક્રાઈમને લઈને વિપક્ષે વિધાનસભાના પોર્ટિકો બહાર જોરદાર હંગામો મચાવ્યો હતો. આરજેડી ધારાસભ્ય રણવિજય સાહુએ કહ્યું કે, બિહારમાં સુશાસનની સરકાર સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ છે. લોન ઓર્ડર સંપૂર્ણપણે ખતમ થઈ ગયા છે. તેમણે રાજ્યપાલ પાસે માંગ કરી કે હવે અહીં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને નીતિશ કુમારે રાજીનામું આપી દેવુ જોઈએ. બેંગલુરુમાં ગોપાલગંજના ત્રણ યુવાનોની હત્યા અંગે રણવિજય સાહુએ કહ્યું કે, બિહારના લોકોની હત્યા કરવામાં આવી તે ખૂબ જ દુઃખદ ઘટના છે. સરકારની વિશ્વસનીયતા સમાપ્ત થઈ ગઈ છે.

આ પણ વાંચો :  Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

આરોપો સાબિત થશે તો કડક કાર્યવાહી થશે

મંત્રી શ્રવણ કુમારે કહ્યું કે, બિહારમાં હોળી પહેલા અને હોળી પર હત્યા અને ગુનાહિત ઘટનાઓના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, તે કિસ્સાઓની તપાસ ચાલી રહી છે. જો આરોપો સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રવણ કુમારે કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર પોતે સમગ્ર મામલાની દેખરેખ રાખી રહ્યા છે અને તેમણે અધિકારીઓને સમગ્ર મામલામાં કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. નિશાંતના રાજકારણમાં પ્રવેશ અંગે શ્રવણ કુમારે કહ્યું, શું હોળી રમવી ગુનો છે? શું લોકો તેમના પિતા સાથે હોળી નહીં રમે? તેમણે કહ્યું કે આ તમામ બાબતોને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, આ એક સામાજિક બાબત છે.

લુખ્ખાઓને રાજનેતાઓનો સપોર્ટ

બિહાર હોય કે ગુજરાત હવે આપણે એ માનવુ પડશે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બધી જગ્યાએ કથળી ગઈ છે. ગુજરાતમાં હવે યુપી અને બિહાર જેવુ ક્રાઈમ મોડલ ખુબ જ ઝડપથી તૈયાર થઈ રહ્યુ છે. રાજનેતાઓના સપોર્ટ હોવાથી લુખ્ખાઓને કાયદાની કોઈ બીક રહી નથી. આવુ એટલા માટે કહી શકાય કે,જો સરકાર આ લુખ્ખાઓને છાવરતી ન હોય તો આ લુખ્ખાઓ આવા બેફામ બન્યા હોત ખરા ? હાલમાં ઘણા કિસ્સાઓ તો એવા જોવા મળ્યા કે પોલીસ આ લુખ્ખાઓ વિરુદ્ધ FIR પણ નથી લેતી. આ બધુ રાજનતાઓની છત્ર છાયામાં ચાલી રહ્યુ છે. આ દરેક માટે એક ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો :  એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

Tags :
AshokChaudharyResponseBiharAssemblyRuckusBiharBudgetSessionBiharCrimeCrisisBiharLawAndOrderCrimeInBiharGujaratFirstMihirParmarNitishKumarLeadershipOppositionProtestPoliticalRuckusBiharPresidentRuleInBihar