Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Operation Kaveri હેઠળ Sudan માં ફસાયેલા ભારતીયોનું પહેલું ગૃપ રવાના

સુદાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો સાઉદી અરબના જેદ્દા માટે ભારતીય નૌસેનાના જહાજમાં રવાના થઈ ગયો છે. વિદેશ મંત્રાલયે 25 એપ્રીલ મંગળવારે આ જાણકારી આપી. ભારતે હિંસાગ્રસ્ત સુદાનથી પોતાના નાગરિકોને બહાર લાવવા માટે સોમવારે ઓપરેશન કાવેરી (Operation Kaveri) શરૂ કર્યું હતું....
06:18 PM Apr 25, 2023 IST | Viral Joshi

સુદાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો સાઉદી અરબના જેદ્દા માટે ભારતીય નૌસેનાના જહાજમાં રવાના થઈ ગયો છે. વિદેશ મંત્રાલયે 25 એપ્રીલ મંગળવારે આ જાણકારી આપી. ભારતે હિંસાગ્રસ્ત સુદાનથી પોતાના નાગરિકોને બહાર લાવવા માટે સોમવારે ઓપરેશન કાવેરી (Operation Kaveri) શરૂ કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ INS સુમેધા (INS Sumedha) પર સવાર ભારતીયોના ફોટો ટ્વીટ કર્યું. આ દરમિયાન લોકોએ સુદાનમાંથી બહાર લાવવા માટે સરકારનો આભાર માન્યો અને હાથમાં ત્રિરંગા સાથે લોકો જોવા મળ્યા.

અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, સુદાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો ઓપરેશન કાવેરી હેઠળ રવાના થયો. INS સુમેધા 278 લોકો સાથે પોર્ટ સુદાનના જેદ્દા જઈ રહ્યાં છે. સૂદાનથી આવી રહેલા લોકોમાં અનેક બાળકો પણ સામેલ છે. હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત લાવવાની યોજના હેઠળ ભારતે જેદ્દામાં બે C-130 સૈન્ય પરિવહન વિમાન અને પોર્ટ સુદનમાં INS સુમેધાને તૈનાત કર્યું છે.

સુદાણમાં ભીષણજંગ
જેદ્દા પહોંચ્યા બાદ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે. સમગ્ર સુદાનમાં લગભગ 3000 ભારતીય છે. સુદાનની રાજધાની ખાર્તૂમમાં અનેક સ્થળોથી ભીષણ લડાઈના અહેવાલોથી સુદાનમાં સુરક્ષા સ્થિતિ અસ્થિર બનેલી છે. અહીં સેના અને એક અર્ધસૈનિક સમુહ વચ્ચે છેલ્લા 10 દિવસોથી ભીષણ લડાઈમાં 400થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.

આ પણ વાંચો : સુદાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા સરકારની કવાયત શરૂ

Tags :
C-130INS SumedhaOperation KaveriSudan Crisis
Next Article