Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેપાળામાં ડુંગળી-બટેકા માટે હાહાકાર; ભારતે શાકભાજીઓની સપ્લાય બંધ કરી; જાણો શું છે કારણ

ભારતના પાડોશી દેશોમાં આજકાલ ભૂખમરી અને પાયમાલીની સ્થિતિઓ જ સર્જાઈ રહી છે. શ્રીલંકાની કફોડી સ્થિતિ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વણસતી જતી આર્થિક સ્થિતિ બાદ હવે નેપાળમાં પણ ખાદ્યાન્નની અછત વર્તાઈ રહી છે. નેપાળના વેપારીઓએ ભારતમાંથી ડુંગળી, બટાટા અને અન્ય શાકભાજીની આયાત...
નેપાળામાં ડુંગળી બટેકા માટે હાહાકાર  ભારતે શાકભાજીઓની સપ્લાય બંધ કરી  જાણો શું છે કારણ

ભારતના પાડોશી દેશોમાં આજકાલ ભૂખમરી અને પાયમાલીની સ્થિતિઓ જ સર્જાઈ રહી છે. શ્રીલંકાની કફોડી સ્થિતિ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વણસતી જતી આર્થિક સ્થિતિ બાદ હવે નેપાળમાં પણ ખાદ્યાન્નની અછત વર્તાઈ રહી છે. નેપાળના વેપારીઓએ ભારતમાંથી ડુંગળી, બટાટા અને અન્ય શાકભાજીની આયાત કરવાનું બંધ કરતા ત્યાં હાહાકાર મચી ગયો છે.

Advertisement

9 મેના રોજ સંસદમાં રજૂ કરાયેલા ફાઇનાન્સ બિલ અનુસાર ભારતમાંથી આયાત કરવામાં આવતા ડુંગળી, બટાકા અને અન્ય શાકભાજી અને ફળો પર હવે 13 ટકા વેટ લાગશે. નાણામંત્રી પ્રકાશ શરણ મહતે આ પગલાનો બચાવ કરતા કહ્યું કે તેનો ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોને બચાવવા અને આયાતમાં ઘટાડો કરવાનો હતો. તમને જણાવી દઈએ કે નેપાળ પોતાની જરૂરિયાતની લગભગ તમામ ડુંગળી પાડોશી દેશ ભારતથી આયાત કરે છે.

1,73,829 ટન ડુંગળીની આયાત કરી છે
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગત વર્ષે નેપાળે ભારતમાંથી 1,73,829 ટન ડુંગળીની આયાત કરી હતી. નેપાળ બટાકામાં સ્થાનિક મોરચે સારૂં પ્રદર્શન કરે છે અને સ્થાનિક માંગના લગભગ 60 ટકા ઉત્પાદન કરે છે અને બાકીની માંગ માટે ભારતમાંથી આયાત કરવામાં આવે છે.

Advertisement

કિંમત થઈ બમણી
જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું કે સરકાર દ્વારા વેટ લાદવામાં આવ્યો તે પહેલાં કાઠમંડુ ખીણ ભારતમાંથી દરરોજ 700થી 1000 ટન ડુંગળીની આયાત કરતી હતી. છેલ્લા 10 દિવસમાં ભારતમાંથી ડુંગળી આવવાની બંધ થઈ છે. વેટ ચૂકવીને ભારતમાંથી શાકભાજીની આયાત કરતી વખતે કાયદાકીય મુશ્કેલીઓ પણ વધી છે, જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ડુંગળીનો ભાવ ગત મહિના સુધી 50 રૂપિયા પ્રતિ કિલો હતો તે હવે તીવ્ર અછતને કારણે લગભગ બમણો થઈ ગયો છે. કાઠમંડુના સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર બટાકાના ભાવમાં પણ લગભગ 25 ટકાનો વધારો થયો છે. ટ્રેડર્સ એસોસિએશને જણાવ્યું કે નેપાળ સરકાર હાલમાં નવ ટકા કૃષિ સર્વિસ ટેક્સ અને પાંચ ટકા એડવાન્સ ઇન્કમ ટેક્સ વસૂલે છે.

'ધ કાઠમંડુ પોસ્ટ'ના અહેવાલ અનુસાર આ ટેક્સની ટોચ પર 13 ટકા વેટ ઉમેરવાથી રસોડાની લગભગ તમામ વસ્તુઓ ખૂબ મોંઘી થઈ જશે. ડુંગળી અને બટાકા ઉપરાંત નેપાળ ભારતમાંથી રીંગણ, વટાણા, લસણ, કઠોળ અને પાલકની પણ આયાત કરે છે. તેવી જ રીતે તે ભારતમાંથી એવોકાડો, સફરજન, જરદાળુ, ચેરી, રાસબરી, ક્રેનબરી, કીવી અને કેરી જેવા ફળોની પણ આયાત કરે છે. નેપાળની સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર મે મહિનામાં વાર્ષિક ધોરણે મોંઘવારી દર 7.41 ટકા પર પહોંચી ગયો છે.

Advertisement

આપણ  વાંચો -હવે રાજસ્થાનને ઘમરોળશે બિપરજોય વાવાઝોડું!, જાણો ગુજરાતને કેટલું થયું નુકસાન

Tags :
Advertisement

.