BRICSની મહત્વની બેઠકમાં સામેલ નહીં થાય NSA અજીત ડોભાલ અને વિદેશમંત્રી
- પહલગામ હુમલા બાદ ભારત સરકારનો નિર્ણય
- બ્રિક્સની બેઠકમાં સામેલ નહીં થવાનો કર્યો નિર્ણય
- વિદેશમંત્રી એસ.જયશંકર જવાના હતા બેઠકમાં
- NSA અજીત ડોવાલ પણ રહેવાના હતા બેઠકમાં હાજર
- 30મી એપ્રિલે બ્રાઝિલમાં મળનારી બેઠકમાં નહીં જાય
- પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે ભારત સરકારનો નિર્ણય
BRICS Summit : જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સ્થિતિ વધી છે. તેની વચ્ચે ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર (EAM S Jaishankar)અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે (NSA Ajit Doval)30 એપ્રિલે બ્રાઝિલમાં (BRICS Foreign And NSA Meet Brazil)યોજાનારી બ્રિક્સ વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. તેમની ગેરહાજરીમાં ભારતીય બ્રિક્સ શેરપા બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આતંકીઓ વિરૂદ્ધ કડક અભિયાન શરૂ
22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓ સામે કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેમના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણયો સુરક્ષાના દૃષ્ટિકોણથી લેવામાં આવ્યા છે.#BGIS2025
આ પણ વાંચો -Pahalgam Terror Attack : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને CDS અનિલ ચૌહાણ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક શરૂ
બ્રાઝિલમાં યોજાનારી બેઠકમાં શું ચર્ચા થશે?
બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ બેઠકમાં 11 સભ્ય દેશના વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો હાજરી આપશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જુલાઈમાં યોજાનારી બ્રિક્સ પરિષદ માટે એજન્ડા તૈયાર કરવાનો અને તેને અંતિમ સ્વરૂપ આપવાનો છે. બેઠકોમાં AI, ક્લાઈમેટ ફાઈનાન્સ, ક્રોસ બોર્ડર પેમેન્ટ પહેલ અને બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો -Pahalgam Terror Attack : ‘યુદ્ધ માટે તૈયાર રહે ભારત’; વધુ એક પાકિસ્તાની મંત્રીએ આપી પરમાણુ હુમલાની ધમકી
કેમ બેઠકમાં સામેલ નહીં થાય NSA અને વિદેશપ્રધાન?
વિદેશ મંત્રીઓની બેઠકમાં યુક્રેન અને પશ્ચિમ એશિયા જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની આશા છે. પહેલગામ હુમલા પછી સુરક્ષા ચિંતાઓ પર નજર રાખી રહ્યા હોવાથી NSA અને વિદેશ મંત્રીએ આ બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં બ્રિક્સ પ્લેટફોર્મ પર ભારતની હાજરી સુનિશ્ચિત કરવા માટે ભારતીય બ્રિક્સ શેરપાની ભાગીદારી મહત્વપૂર્ણ રહેશે.
(ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલનદેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી કરાઈ રહ્યુ છે રિપોર્ટિંગ અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી )