Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HINDENBURG REPORT અંગે હવે Rahul Gandhi એ કેન્દ્રને પૂછ્યા આકરા પ્રશ્નો

HINDENBURG REPORT બાદ ભારતમાં રાજનૈતિક માહોલ ગરમાયો કોંગ્રેસ હવે SEBI ના વડા માધબી પુરી બુચ અને કેન્દ્ર સરકાર પર ઉગ્ર રીતે નિશાન સાધી રહી Rahul Gandhi એ કેન્દ્રને પૂછ્યા આકરા પ્રશ્નો જો રોકાણકારો પોતાના પૈસા ગુમાવે છે તો જવાબદાર...
hindenburg report અંગે હવે rahul gandhi એ કેન્દ્રને પૂછ્યા આકરા પ્રશ્નો
  • HINDENBURG REPORT બાદ ભારતમાં રાજનૈતિક માહોલ ગરમાયો
  • કોંગ્રેસ હવે SEBI ના વડા માધબી પુરી બુચ અને કેન્દ્ર સરકાર પર ઉગ્ર રીતે નિશાન સાધી રહી
  • Rahul Gandhi એ કેન્દ્રને પૂછ્યા આકરા પ્રશ્નો
  • જો રોકાણકારો પોતાના પૈસા ગુમાવે છે તો જવાબદાર કોણ? PM મોદી, SEBI ચેરપર્સન કે ગૌતમ અદાણી?' - Rahul Gandhi

HINDENBURG REPORT ના સામે આવ્યા બાદ ભારતમાં રાજનૈતિક માહોલ ગરમાયો છે. આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ હવે સેબીના વડા માધબી પુરી બુચ અને કેન્દ્ર સરકાર પર ઉગ્ર રીતે નિશાન સાધી રહી છે. HINDENBURG REPORT સામે હવે Rahul Gandhi એ કેટલાક આકરા પ્રશ્નો કેન્દ્ર સરકાર અને સેબીના ચેરપર્સનને સામે કર્યા છે. આ દ્વારા તેઓએ કેન્દ્ર સરકારને ઘેરી છે. Rahul Gandhi એ કહ્યું કે નાના રિટેલ રોકાણકારોની સંપત્તિના રક્ષણ માટે જવાબદાર નિયમનકાર સેબીની અખંડિતતાને તેના ચેરમેન સામેના આરોપોથી ગંભીર ઠેસ પહોંચી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

'જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે છે, તો કોને જવાબદાર ગણવામાં આવશે - પીએમ મોદી, સેબી ચેરપર્સન કે ગૌતમ અદાણી?' - Rahul Gandhi

HINDENBURG REPORT ના રિપોર્ટના આધારે હવે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કેટલાક આકરા પ્રશ્નો મૂક્યા છે. તેમણે સોશિયલ મીડિયા X ઉપર એક પોસ્ટ શેર કરી છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે - "નાના છૂટક રોકાણકારોની સંપત્તિની સુરક્ષા માટે સોંપાયેલ સિક્યોરિટીઝ રેગ્યુલેટર સેબીની અખંડિતતા, તેના ચેરપર્સન સામેના આક્ષેપો દ્વારા ગંભીર રીતે ચેડા કરવામાં આવી છે. તેમણે અહી સેબીના ચેરપર્સન અંગે પ્રશ્ન પૂછતા કહ્યું હતું કે - સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી? - જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે છે, તો કોને જવાબદાર ગણવામાં આવશે - પીએમ મોદી, સેબી ચેરપર્સન કે ગૌતમ અદાણી? નવા અને અત્યંત ગંભીર આરોપો જે સામે આવ્યા છે તેના પ્રકાશમાં, શું સુપ્રીમ કોર્ટ આ મામલે ફરી એકવાર સુઓમોટો તપાસ કરશે? વડાપ્રધાન મોદી શા માટે જેપીસી તપાસથી આટલા ડરે છે?

Advertisement

HINDENBURG REPORT અંગે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે...

અગાઉ HINDENBURG REPORT અંગે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા ઉપર કહ્યું હતું કે - "જાન્યુઆરી 2023ના હિંડનબર્ગ રિપોર્ટના ખુલાસો પછી, સેબીએ સુપ્રીમ કોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગી અદાણીને ક્લીનચીટ આપી હતી. જો કે, સેબીના વડાને સંડોવતા ટ્રાન્ઝેક્શનને લઈને નવા આરોપો સામે આવ્યા છે.' તેમણે કહ્યું કે મધ્યમ વર્ગના નાના અને મધ્યમ રોકાણકારોને સુરક્ષિત રાખવાની જરૂર છે કારણ કે તેઓ તેમની મહેનતના પૈસા શેરબજારમાં રોકાણ કરે છે અને તેમને સેબીમાં વિશ્વાસ છે. ખડગેએ કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા આ 'મોટા કૌભાંડ'ની તપાસ કરાવવી જરૂરી છે. ત્યાં સુધી, કોંગ્રેસ વડાએ કહ્યું, ચિંતા એ રહેશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા સાત દાયકામાં સખત મહેનતથી બનેલી ભારતની બંધારણીય સંસ્થાઓ સાથે સમાધાન કરીને તેમના સાથીનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.

Advertisement

શું છે HINDENBURG REPORT ના આક્ષેપો :

અદાણી કેસમાં વપરાયેલ ઓફ શોર ફંડમાં હિસ્સેદારીનો આરોપ.
અદાણી સાથે સંકળાયેલી કંપનીએ બર્મુડા રજિસ્ટર્ડ, ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં રોકાણ કર્યું.
પછી ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટીઝ ફંડે મોરેશિયસના IPE પ્લસ 1 માં રોકાણ કર્યું.
આઈપીઈ પ્લસ 1નું રોકાણ માધબી પુરી બૂચ અને પતિ ધવલ બૂચ દ્વારા કરવામાં આવ્યું હતું.
વ્હીસલબ્લોઅર દ્વારા એકત્રિત કરાયેલા દસ્તાવેજોના આધારે આરોપો.
બરમુડા અને મોરેશિયસમાંથી ફંડ આવ્યું હતું, જેનો ઉપયોગ અદાણી કેસમાં થયો હતો.
બૂચ દંપતીએ IPE Plus 1 ફંડમાં રોકાણ કરવા માટે જૂન 2015 માં IIFL મારફતે સિંગાપોરમાં ખાતું ખોલાવ્યું હતું.
કથિત મિલીભગતને કારણે, અદાણી ગ્રૂપના ઓફશોર ફંડ્સ સામે SEBI ની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
તેના પતિ કે જેઓ કન્સલ્ટિંગ ફર્મ અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે તેમની આવક પરના પ્રશ્નો.
2022 માં કન્સલ્ટિંગ ફર્મ અગોરાની આવક $2.61 લાખ હતી.
માધબી પુરી બૂચ અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડમાં 99% હિસ્સો ધરાવે છે, 1% અન્ય લોકો પાસે છે.
પતિ બ્લેકસ્ટોનમાં સલાહકાર હતા, તેણીને લાભ આપવા માટે REIT ની નીતિને પ્રોત્સાહન આપ્યું.

આ પણ વાંચો : વરસાદનું પાણી કારને તાણી ગયું, 9 લોકોએ ગુમાવ્યા જીવ; જુઓ VIDEO

Tags :
Advertisement

.