Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Noida Police Station: પોલીસ કસ્ટડીમાં યુવકે આત્મહત્યા કરી, ચોકીના તમામ પોલીસને કરાયા સસ્પેન્ડ

Noida Police Station: ગ્રેટર નોઈડા (Noida) માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને લઈ નોઈડા (Noida Police) ની પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનાની અંદર નોઈડા (Noida) માં આવેલા બિસરખ પોલીસ સ્ટેશન (Police Station)...
06:07 PM May 16, 2024 IST | Aviraj Bagda
Noida Police Station

Noida Police Station: ગ્રેટર નોઈડા (Noida) માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને લઈ નોઈડા (Noida Police) ની પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનાની અંદર નોઈડા (Noida) માં આવેલા બિસરખ પોલીસ સ્ટેશન (Police Station) માં બની હતી. કારણે કે.... બિસરખ પોલીસ સ્ટેશ (Police Station) માં એક યુવકનું શંકાસ્પદ રીતે મોત (Death) થયું છે.

એક અહેવાલ અનુસાર, બિસરખ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારની ચિપિયાણા ચોકીમાં પોલીસ કસ્ટડીમાં યોગેશ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત (Death) થયું હતું. યુવકના પરિવારજનો Police પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Suicide) કરી હોવાની માહિતી મળી છે. આ મામલાની નોંધ લેતા પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે એડિશનલ સીપી (કાયદો અને વ્યવસ્થા) અને DCP Central ને ઘટનાસ્થળે મોકલ્યા હતા.

પોલીસ અધિકારીઓને બળતરફ કરી દેવામાં આવ્યા

ત્યારે ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ઘટનાનો તાગ મેળવ્યો અને ત્યારબાદ સીપીને જાણ કરી. જે બાદ છીપિયાણા ચોકી પર બનેલી ઘટનાની તાત્કાલિક નોંધ લઈને બિસરાખ Police Station માં ગુનો નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે ચોકી પર ફરજ બજાવતા તમામ Police અધિકારીઓને બળતરફ કરી દેવામાં આવ્યા છે. આ સાથે મેજીસ્ટ્રેટ દ્વારા મૃતદેહના પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Swati Maliwal Alleged: સ્વાતિ માલીવાલના નિવાસસ્થાને આવી પહોંચ્યા 3 IPS, જાણો કેમ….

યોગેશે ચોકીમાં બનેલી બેરેક પાસે આત્મહત્યા કરી લીધી

DCP Central Noida સુનિતિએ જણાવ્યું છે કે મૃતકની ઓળખ યોગેશ કુમાર તરીકે થઈ છે, જે મૂળ અલીગઢનો રહેવાસી છે. તે ચિપિયાણામાં જ ડોનાલ્ડ પાર્ટી વર્કશોપમાં કામ કરતો હતો. તેના સાથીદારે કેટલાક આક્ષેપો કર્યા હતા જેના માટે તેને Police Station માં તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો. આજરોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ યોગેશે ચોકીમાં બનેલી બેરેક પાસે Suicide કરી લીધી હતી.

આ પણ વાંચો: Swati Maliwal પ્રકરણમાં હવે પ્રિયંકા અને માયાવતી પણ મેદાને

પોલીસે 5 લાખની લાંચ માગી હતી

ઘટના બાદ મૃતકના ભાઈએ પોલીસ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેના ભાઈને પોલીસ રાત્રે લાઈને આવી હતી. 5 લાખની લાંચ માંગવામાં આવી હતી. મેં 50 હજાર રૂપિયા આપ્યા, દારૂ માટે 1 હજાર રૂપિયા માંગ્યા, તે પણ મેં આપ્યા. હું રાત્રે 10.30 વાગ્યે સ્ટેશનની બહાર હતો. મેં કહ્યું કે હું સવારે 4.50 લાખ રૂપિયા આપીશ. પોલીસે કહ્યું હતું કે સવારે તારા ભાઈને છોડી દઈશું. પણ મારા ભાઈને Police Station માં આત્મહત્યા કરી નાખી છે.

આ પણ વાંચો: UP : 10 વર્ષ પહેલા જે અશક્ય હતું તે હવે શક્ય બન્યું, SP એ પછાત વર્ગો સાથે છેતરપિંડી કરી છે – PM મોદી

Tags :
DCP CentralDCP Central NoidaNoidaNoida Police Stationpolice station
Next Article