ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતીશ કુમાર બનશે દેશના નાયબ વડાપ્રધાન? જાણો INDI ગઠબંધને કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો

Lok sabha election 2024 LIVE : હજી પણ મતોની ગણતરી ચાલી રહી છે, જો કે સંકેત જણાવે છે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સામાન્ય બહુમતી સાથે પ્રાપ્ત કરશે. સહયોગી દળોની સાથે ભાજપ 272 સીટોનો આંકડો પાર કરનારી સૌથી મોટી પાર્ટી...
05:45 PM Jun 04, 2024 IST | KRUTARTH JOSHI
Nitish Kumar Become New Deputy PM of India

Lok sabha election 2024 LIVE : હજી પણ મતોની ગણતરી ચાલી રહી છે, જો કે સંકેત જણાવે છે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સામાન્ય બહુમતી સાથે પ્રાપ્ત કરશે. સહયોગી દળોની સાથે ભાજપ 272 સીટોનો આંકડો પાર કરનારી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહ્યું છે. જો કે ઇન્ડિયા બ્લોકની 272 સીટોના જાદુઇ આંકડા સુધી પહોંચવાની સંભાવના નથી, તેમ છતા પણ એક રણનીતિક સંયોજન કોંગ્રેસના નેતૃત્વ ધરાવતા ગઠબંધનને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે પ્રેરિત કરી શકે છે.

JDU ને મનાવવા માટે બંન્ને પક્ષના નેતાઓ કામે લાગ્યા

એનડીએ 299 સીટો પર આગળ છે. જેમાં જેડીયુની 14 સીટોનો પણ સમાવેશ થાય છે. તેવામાં સરકાર બનવામાં જેડીયું એક મહત્વપુર્ણ ભૂમિકા છે. આ તરફ સુત્રો અનુસાર ઇન્ડિયા ગઠબંધનમાં નીતીશ કુમારને ઉપવડાપ્રધાન બનાવવાની ઓફર આપી છે. સુત્રો અનુસાર જ શરદ પવારે પણ નીતીશ કુમાર સાથે વાત કરી છે. જો કે જેડીયુની તરફતી કહેવામાં આવ્યું છે તેઓ એનડીઓનો પણ હિસ્સો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે નીતીશ કુમાર બિહારમાં મહાગઠબંધનની સરકાર ચલાવતા હતા અને કોંગ્રેસ ઉપરાંત આરજેડી સાથે હતી તો નીતીશ કુમારે જ વિપક્ષી દળોને એક કરવા માટે બેઠકો શરૂ કરી દીધી હતી, જો કે ત્યાર બાદ તેમણે મહાગઠબંધનનો સાથ છોડી દીધો હતો.

નીતીશ અને નાયડુ કિંગમેકર બને તેવા પરિણામ

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાગઠબંધનનો સાથ છોડ્યા બાદ નીતીશ કુમારે ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો અને એનડીએનો હિસ્સો બની ચુક્યા હતા. આ જ કારણ છે કે આ સમય રાજનીતિક હલચલ તેજ થઇ ચુકી છે. હાલ તો તમામ પક્ષો પોતાની સરકાર બને તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ તમામ સ્થિતિમાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કિંગમેકર તરીકે ઉભરી રહ્યા છે. તેવામાં હવે આ બંન્ને કોની તરફ ઢળે છે તે જોવું રહ્યું.

Next Article