Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NIA Raid: PFI સામે NIAની મોટી કાર્યવાહી, દિલ્હી, રાજસ્થાન, યુપી સહિત મહારાષ્ટ્રમાં પણ દરોડા

પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશમાં ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે.   PFI પર ગયા વર્ષે એન્ટી ટેરરિસ્ટ અનલોફુલ એક્ટિવિટી એક્ટ (UAPA)...
nia raid  pfi સામે niaની મોટી કાર્યવાહી  દિલ્હી  રાજસ્થાન  યુપી સહિત મહારાષ્ટ્રમાં પણ દરોડા

પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશમાં ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે.

Advertisement

PFI પર ગયા વર્ષે એન્ટી ટેરરિસ્ટ અનલોફુલ એક્ટિવિટી એક્ટ (UAPA) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, કેસ નંબર 31/2022 હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો છે. આ મામલો હિંસક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં PFI, તેના નેતાઓ અને કાર્યકર્તાઓની સંડોવણી સાથે સંબંધિત છે. કેસ સાથે જોડાયેલા તમામ આરોપીઓ હિંસક અને ગેરકાયદેસર ગતિવિધિઓના હેતુથી પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાં એકઠા થયા હતા.

Advertisement

Advertisement

ક્યા સ્થળે દરોડા પડી રહ્યા છે?

દિલ્હીના હૌજ કાઝી પોલીસ સ્ટેશન વિસ્તારના બલી મારન, રાજસ્થાનના ટોંક, તમિલનાડુના મદુરાઈ, ઉત્તર પ્રદેશના બારાબંકી, લખનૌ, બહરાઈચ, સીતાપુર અને હરદોઈ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. એજન્સીએ લખનૌના માડેગંજના બાડી પકરિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. બીજી તરફ NIAએ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં લગભગ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAની ટીમે અબ્દુલ વાહિદ શેખના વિક્રોલી સ્થિત ઘર ઉપરાંત મહારાષ્ટ્રના ભિવંડી, મુંબ્રા અને અન્ય ઘણા જિલ્લાઓમાં પણ સર્ચ કર્યું હતું.

વિવિધ સ્થળોએથી 7 થી 10 વ્યક્તિઓની કરી  અટકાયત 

એજન્સીએ વિક્રોલીમાં અબ્દુલ વાહિદ શેખ નામના વ્યક્તિના ઘરે પણ સર્ચ કર્યું હતું. 7/11 બ્લાસ્ટ કેસમાં વાહિદ શેખને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે NIAએ PFI માટે શંકાસ્પદ ઝુંબેશ અને ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે વિવિધ સ્થળોએથી લગભગ 7 થી 10 વ્યક્તિઓની અટકાયત કરી છે.અગાઉ એનઆઈએએ રવિવારે (08 ઓક્ટોબર) ના રોજ તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી PFI શંકાસ્પદની અટકાયત કરી હતી. એજન્સીએ આ વ્યક્તિને કુવૈતની ફ્લાઈટમાં ચડવાનો હતો તે પહેલા જ પકડી લીધો હતો.

આ  પણ  વાંચો -દિલ્હી પર હુમાસના હુમલાની અસર દેખાઈ, ચાબડ હાઉસપાસે સુરક્ષામાં વધારો

Tags :
Advertisement

.