દુનિયાની પ્રથમ નેઝલ વેક્સિન INCOVACC થઈ લોન્ચ, જાણો કિંમત
હવે સિરિન્જથી કોરોના વેક્સિન લેવાનો ડર ગયોનાકથી લેવાથી કોરોના વેક્સિન થઈ ગઈ લોન્ચકેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી લોન્ચ Nasal Covid Vaccines iNCOVACC: ભારત બાયોટેકની પ્રથમ નેઝલ વેક્સિન લોન્ચ કરવામાં આવી છે. આ વેક્સિન દેશમાં કોરોના સામેની જંગમાં ખુબ જ મદદગાર સાબિત થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે આ વેક્સીà
Advertisement
- હવે સિરિન્જથી કોરોના વેક્સિન લેવાનો ડર ગયો
- નાકથી લેવાથી કોરોના વેક્સિન થઈ ગઈ લોન્ચ
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી લોન્ચ
Nasal Covid Vaccines iNCOVACC: ભારત બાયોટેકની પ્રથમ નેઝલ વેક્સિન લોન્ચ કરવામાં આવી છે. આ વેક્સિન દેશમાં કોરોના સામેની જંગમાં ખુબ જ મદદગાર સાબિત થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે આ વેક્સીન લોન્ચ કરી. આ વેક્સિનનું નામ iNCOVACC રાખવામાં આવ્યું છે. આ સમગ્ર વિશ્વની કોરોના વાઈરસની પ્રથમ નેઝલ વેક્સિન છે. આ વેક્સિનને કોવેક્સિન અને કોવિશિલ્ડના ડોઝ લેનારા લોકો બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકશે.
કેટલા પૈસા ચૂકવવા પડશે?
આ વેક્સિનના ખાનગી હોસ્પિટલમાં એક ડોઝના 800 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેના 325 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવવા પડશે. જણાવી દઈએ કે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે આ વેક્સિનને વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળીને ડેવલપ કરી છે. નાકમાં સ્પ્રે કરીને લેવામાં આવતી આ વેક્સિન પ્રાથમિક અને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાય છે.
Advertisement
ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
ભારત સરકારે ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. લોન્ચિંગ પહેલા એ જણાવવામાં આવ્યું હતું કે આ વેક્સિનને સૌથી પહેલા ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાકી બે વેક્સિનની જેમ જ આ વેક્સિનના ડોઝ લેવા માટે કોવિન વેબસાઈટમાં જ સ્લોટ બુક કરવામાં આવશે.
આ વૅક્સિન બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે
વિશ્વભરમાં કોરોના વાઈરસના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે 23 ડિસેમ્બર, 2022થી ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી હતી. આ વૅક્સિન બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાશે. નેઝલ વૅક્સિન શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં લાગી શકશે. આ વૅક્સિનને સરકારે ભારતની કોવિડ વૅક્સિનેશન પ્રોગ્રામમાં પણ સામેલ કરી છે.આ વૅક્સિન નાક વાટે સ્પ્રે કરીને આપવામાં આવે છે. એટલે કે વૅક્સિન લેનારાને હાથમાં ઈન્જેક્શન નથી આપવામાં આવતું. DCGIએ ઈન્ટ્રા નેઝલ વૅક્સિનને 18 વર્ષથી વધુ વયના લોકોને મંજૂરી આપી છે.
જાણો નેઝલ વેક્સિનના ફાયદા
- નેઝલ વેક્સિન તે વેક્સિન છે, જેને નાક દ્વારા લેવામાં આવે છે. આ વેક્સિન તમામ લોકોને ખુબ જ સરળતાથી આપવામાં આવી શકે છે. તેને ઈન્ટ્રાનેઝલ વેક્સિન કહેવામાં આવે છે. હવે કોઈને પણ આ વેક્સિનનો ડોઝ આપવા માટે કોઈ પ્રકારના ઈન્જેક્શન લગાવવાની જરૂર નહીં પડે.
- આ નેઝલ વેક્સિનની ખાસિયત એ છે કે તેને સામાન્ય રીતે કોરોનાના બૂસ્ટર ડોઝ તરીકે અથવા પ્રાથમિક વેક્સિન તરીકે પણ આપવામાં આવી શકે છે. કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને વેક્સિન લેવાવાળા માટે આ નેઝલ વેક્સિન બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી શકે છે.
- વેક્સિન ઈન્ફેક્શન અને ટ્રાન્સમિશન સામે આ ખુબ જ અસરદાર સાબિત થશે. તેને નાક દ્વારા આપવામાં આવે છે, તેથી તે સીધી તે જગ્યા પર અસર કરશે જ્યાં કોરોના વાઈરસ સૌથી વધારે ફેલાય છે, તેથી માનવામાં આવી રહ્યું છે કે તે પહેલાની વેક્સિનની તુલનામાં વધારે ફાયદાકારક હશે.
- આ વેક્સિનને લગાવવા માટે હેલ્થ વર્કર્સને ટ્રેનિંગ આપવાની જરૂર નહીં પડે, કારણ કે તેને સીધી નાક દ્વારા આપવામાં આવશે. ત્યારે તેનો બીજો મોટો ફાયદો એ થશે કે તેના સ્ટોરેજની સમસ્યા પણ ઓછી થશે. હાલ જે વેક્સિનને લગાવવામાં આવે છે.
- આ પહેલા જે વેક્સિન લગાવવામાં આવી રહી છે, તેની એક નાની બોટલમાં ઘણા ડોઝ હોય છે, જેને એકવાર ખોલ્યા બાદ તે લાંબા સમય સુધી ચાલતી નથી. ત્યારે તે ફાયદો થશે કે વેક્સિનનો વેસ્ટ પણ ઓછો થશે.
આપણ વાંચો-સસરા મુલાયમ સિંહને પદ્મ વિભૂષણના સન્માનથી પુત્રવધુ ડિમ્પલ યાદવ નથી સંતુષ્ટ, કેન્દ્ર સમક્ષ કરી આ માંગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.