Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જબ વી મેટ....જ્યારે PM MODI અને અરવિંદ કેજરીવાલ આવ્યા આમને સામને

ભારત (India)ની  G2O દેશોના અધ્યક્ષપદે જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે PM નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આ મામલે જાણકારી આપવા માટે ઓલ પાર્ટી મિટીંગ (All party meeting) બોલાવી હતી. આ મિટીંગના વાયરલ થયેલી કેટલીક તસવીરોએ ભારે ઉત્સુક્તા જોવા મળી હતી. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને PM મોદી આ પ્રસંગે મળ્યા હતા જેની તસવીરો વાયરલ થઇ હતી. આ તસવીરો પૈકી કેટલીક તસવીરો તાજેતરના રાજકીય પરિપેક્ષ્યમાં ઘણી મહત્વ ધરાવે છે. PM à
જબ વી મેટ    જ્યારે  pm modi અને અરવિંદ કેજરીવાલ આવ્યા આમને સામને
ભારત (India)ની  G2O દેશોના અધ્યક્ષપદે જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે PM નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આ મામલે જાણકારી આપવા માટે ઓલ પાર્ટી મિટીંગ (All party meeting) બોલાવી હતી. આ મિટીંગના વાયરલ થયેલી કેટલીક તસવીરોએ ભારે ઉત્સુક્તા જોવા મળી હતી. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને PM મોદી આ પ્રસંગે મળ્યા હતા જેની તસવીરો વાયરલ થઇ હતી. આ તસવીરો પૈકી કેટલીક તસવીરો તાજેતરના રાજકીય પરિપેક્ષ્યમાં ઘણી મહત્વ ધરાવે છે. 
PM મોદીને જ્યારે અરવિંદ કેજરીવાલે નમસ્કાર કર્યા
PM નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની તસવીરે ભારે ઉત્તેજના જગાવી છે. આમ તો મોટા નેતાઓ એકબીજાને આવા પ્રસંગોએ મળતાં જ હોય છે અને સૌજન્ય દાખવતા હોય છે અને તે રીતે આ વાયરલ થયેલી તસવીરમાં પણ જોવા મળે છે કે અરવિંદ કેજરીવાલ PM મોદીને અડધા ઝુકીને નમસ્કાર કરતા જોવા મળી રહ્યા છે.  તેમના ચહેરા પર સ્માઇલ પણ જોવા મળે છે. તસવીરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જોવા મળે છે અને તેમના ચહેરા પર પણ સ્માઇલ છે. આ બંને નેતાઓ PM મોદીની સામે જાહેરજીવનમાં આરોપ લગાવતા જોવા મળે છે. 

ચૂંટણીના પરિપેક્ષ્યમાં રોચક તસવીર
તાજેતરમાં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિપેક્ષ્યમાં આ તસવીર જોઇએ તો ઘણું કહી જાય છે. ચૂંટણીમાં એકબીજા પ્રત્યે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા નેતાઓ જ્યારે એકબીજાની સામે આવે ત્યારે વિવેક અને સૌજન્ય દાખવતા હોય છે. રાજકારણમાં નેતાઓ જ્યારે હરીફ નેતાઓ પ્રત્યે આરોપો લગાવે ત્યારે સામાન્ય જનતા માનતી હોય છે કે આ નેતાઓ એકબીજાના જાની દુશ્મન છે. જો કે તેવું હોતું નથી. 

ચૂંટણીમાં બંને પક્ષ કટ્ટર હરિફ હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખીને ભાજપનો અને કોંગ્રેસનો વિકલ્પ બનવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી દરમિયાન તેમણે ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા જ્યારે ભાજપે પણ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કેજરીવાલ અને ભાજપ આમને સામને હતા. જો કે આજે બહાર આવેલી આ તસવીર ઘણી સૂચક છે. 

રાજકીય પક્ષોના આગેવાનો રહ્યા હાજર
G2O અંગે બોલાવાયેલી આ સર્વપક્ષીય બેઠકમાં PMશ્રી મોદીએ કહ્યું કે  વિશ્વને ભારતની તાકાત દર્શાવવાની તક મળી છે.  વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ તથા ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને તામિલનાડુના નેતા સ્ટાલિન સહિતના નેતા પણ હાજર હતા.  G20 સમિટને લઈ રાષ્ટ્રપતિ ભવનમાં બેઠક યોજાઇ હતી. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.