Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એવું તે શું થયું કે રાહુલ ગાંધીને 'ભારત જોડો' યાત્રા છોડીને દિલ્હી આવવું પડશે, જાણો

મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) કોંગ્રેસ (Congress)ના નવા બોસ એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. તેઓ 26 ઓક્ટોબરે કાર્યભાર સંભાળવાના છે. એક અહેવાલ મુજબ આ પ્રસંગે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ દિલ્હી પહોંચવાના છે. ખાસ વાત એ છે કે જો તેઓ દિલ્હી પરત  થશે તો 'ભારત જોડો' યાત્રા શરૂ થયા બાદ  પહેલીવાર હશે જ્યારે તેઓ પદયાત્રાને છોડીને દિલ્હી જશે.ખડગે પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળà
એવું તે શું થયું કે રાહુલ ગાંધીને  ભારત જોડો  યાત્રા છોડીને દિલ્હી આવવું પડશે  જાણો
મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) કોંગ્રેસ (Congress)ના નવા બોસ એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. તેઓ 26 ઓક્ટોબરે કાર્યભાર સંભાળવાના છે. એક અહેવાલ મુજબ આ પ્રસંગે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ દિલ્હી પહોંચવાના છે. ખાસ વાત એ છે કે જો તેઓ દિલ્હી પરત  થશે તો 'ભારત જોડો' યાત્રા શરૂ થયા બાદ  પહેલીવાર હશે જ્યારે તેઓ પદયાત્રાને છોડીને દિલ્હી જશે.

ખડગે પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળશે
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાહુલ ગાંધી 26 ઓક્ટોબરે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના મુખ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તે દરમિયાન ખડગે પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળશે. હાલ આ જવાબદારી સોનિયા ગાંધી નિભાવી રહ્યા છે. અગાઉ રાહુલ પાર્ટી અધ્યક્ષ હતા, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તેમણે પદ છોડી દીધું હતું.
પહેલીવાર દિલ્હી આવશે
કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ 7 સપ્ટેમ્બરે રાહુલના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પદયાત્રીઓ કન્યાકુમારીથી જમ્મુ-કાશ્મીર સુધીનું અંતર કાપશે. પ્રવાસ યોજના અનુસાર, પાર્ટી 12 રાજ્યોમાંથી 150 દિવસમાં 3 હજાર 570 કિમીનું અંતર કાપશે.
Advertisement

ચૂંટણીમાં ખડગે વિજેતા થયા હતા
બુધવારે બપોરે જાહેર થયેલા પરિણામો અનુસાર ખડગેને 7 હજાર 897 વોટ મળ્યા હતા જ્યારે તેમના વિરોધી અને કેરળના તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂરને 1 હજાર 72 વોટ મળ્યા હતા. પાર્ટીના કાર્યક્રમમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો એટલે કે CWC, સાંસદો, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિધાનસભા પક્ષોના નેતાઓ, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને AICCના અન્ય પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
શું હશે ખડગેની આગળની યોજના?
એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ખડગે  સત્તા સંભાળતાની સાથે જ કોંગ્રેસ રાજસ્થાન એકમમાં સંકટનો સામનો કરવાનો પ્રયાસ કરશે. આ સિવાય 80 વર્ષીય નેતા હિમાચલ પ્રદેશ અને ગુજરાતની મુલાકાત લેશે. બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે. હાલમાં ભારતના ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણીની તારીખ નક્કી કરી નથી.
Tags :
Advertisement

.