સતત 9 વર્ષથી દિવાળીના દિવસે PM MODI શું કરે છે?
સતત 9મા વર્ષે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સરહદ પર સૈનિકો (Soldier) સાથે દિવાળી (Diwali)ની ઉજવણી કરવા કારગિલ (Kargil) પહોંચ્યા છે. ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવાની પરંપરા તેમણે શરુ કરી છે અને આજે દિવાળીના દિવસે તેઓ તેમની આ પરંપરાને જાળવી રાખતા કારગિલ પહોંચ્યા હતા. રવિવારે પીએમ અયોધ્યા ગયા હતાદિવાળીના આગલા દિવસે કાળી ચૌદશે વડાપ્રધાનશ્રી અયોધ્યા પહોંચ્યા હતા અને રામ જન્મભૂમિ સંકà«
સતત 9મા વર્ષે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સરહદ પર સૈનિકો (Soldier) સાથે દિવાળી (Diwali)ની ઉજવણી કરવા કારગિલ (Kargil) પહોંચ્યા છે. ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવાની પરંપરા તેમણે શરુ કરી છે અને આજે દિવાળીના દિવસે તેઓ તેમની આ પરંપરાને જાળવી રાખતા કારગિલ પહોંચ્યા હતા.
રવિવારે પીએમ અયોધ્યા ગયા હતા
દિવાળીના આગલા દિવસે કાળી ચૌદશે વડાપ્રધાનશ્રી અયોધ્યા પહોંચ્યા હતા અને રામ જન્મભૂમિ સંકુલમાં રામ લલ્લાની પૂજા કરી હતી. તેમણે રામ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. પીએમ મોદીની હાજરીમાં અયોધ્યાએ નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. દિવાળીના અવસર પર સરયુ નદીના કિનારે 15 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
દિવાળીના દિવસે કારગિલ પહોંચ્યા
હવે દિવાળીના દિવસે સોમવારે સવારે પીએમ મોદી ભારત માતાના બહાદુર સપૂતો સાથે કારગિલ પર દિવાળી મનાવવા માટે પહોંચ્યા છે.
Advertisement
Prime Minister Shri @narendramodi has landed in Kargil, where he will celebrate Diwali with our brave soldiers. pic.twitter.com/RQxanDEgDK
— PMO India (@PMOIndia) October 24, 2022
PM મોદીએ 2014ની દિવાળી ક્યાં ઉજવી?
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 2014થી દર વર્ષે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે તેમણે સિયાચીનમાં સુરક્ષા દળો સાથે તહેવારની ઉજવણી કરી ત્યારે તેમણે ટ્વિટ કર્યું હતું કે, સિયાચીન ગ્લેશિયરની બર્ફીલી ઊંચાઈઓથી અને સશસ્ત્ર દળોના બહાદુર જવાનો અને અધિકારીઓ સાથે, હું તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ભારતીય જવાનોનો ઉત્સાહ વધારે છે
અગાઉ તેમણે 1965ના યુદ્ધમાં ભારતીય સેનાની સફળતાઓને માન આપવા પંજાબમાં ત્રણ સ્મારકોની મુલાકાત લીધી હતી. 1965ના યુદ્ધની 50મી વર્ષગાંઠ પર વડાપ્રધાને કહ્યું હતું કે તેમણે મે એ સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કર્યું છે જ્યાં ભારતીય સશસ્ત્ર દળોના બહાદુર સૈનિકોએ તે યુદ્ધ દરમિયાન લોહી વહેવડાવ્યું હતું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું."
પીએમ 2017ની દિવાળી પર કાશ્મીર પહોંચ્યા હતા
2016માં પીએમ ચીન સરહદ પાસે સૈનિકોને મળવા હિમાચલ પ્રદેશ ગયા હતા. તેમણે સુમદોહ ખાતે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), ડોગરા સ્કાઉટ્સ અને ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પછી 2017ની દિવાળી પીએમ મોદીએ ઉત્તર કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનો સાથે મનાવી હતી.
2018 અને 2019 ની દિવાળી
2018માં પીએમ મોદીએ ઉત્તરાખંડના હરસિલમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. આ પછી તેમણે પ્રતિષ્ઠિત કેદારનાથ ધામની યાત્રા કરી હતી. 2019માં પીએમ મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી પહોંચ્યા હતા. અહીં પણ તેમણે સેનાના જવાનોને મીઠાઈ ખવડાવી અને દિવાળીના અવસર પર તેમની વચ્ચે સમય વિતાવ્યો.
લોંગેવાલા પોસ્ટ અને નૌશેરા ખાતે PMની દિવાળી
લોંગેવાલા પોસ્ટ (રાજસ્થાન) પર તૈનાત સૈનિકો માટે 2020ની દિવાળી ખૂબ જ ખાસ હતી. અહીં દેશના વડાપ્રધાન તેમની વચ્ચે હાજર રહ્યા હતા. કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીએ આ પોસ્ટ પર સૈનિકો સાથે વર્ષ 2020ની દિવાળીની ઉજવણી કરી હતી. ગયા વર્ષે એટલે કે 2021 માં, પીએમ મોદીએ નૌશેરા (જમ્મુ અને કાશ્મીર) માં દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવ્યો હતો. પીએમએ અહીં જવાનોને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે તેઓ માતા ભારતીની સુરક્ષા કવચ છે.