Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી, મુંબઈ પોલીસને મળ્યો ધમકીભર્યો સંદેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) પૂર્વે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ ટ્રાફિક પોલીસને એક ઓડિયો કોલ (Audio Call) દ્વારા મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના whatsapp નંબર પર એક ઓડિયો મેસેજ આવ્યો છે આ મેસેજમાં PM મોદીને મારી નાખવાની ધમકી માટે દાઉદ ઈબ્રાહીમના D કંપનીના બે ગુર્ગાઓ કામે લાગ્યા હોવાનું કહેવામાં આવ્યà
વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી  મુંબઈ પોલીસને મળ્યો ધમકીભર્યો સંદેશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) પૂર્વે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ ટ્રાફિક પોલીસને એક ઓડિયો કોલ (Audio Call) દ્વારા મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના whatsapp નંબર પર એક ઓડિયો મેસેજ આવ્યો છે આ મેસેજમાં PM મોદીને મારી નાખવાની ધમકી માટે દાઉદ ઈબ્રાહીમના D કંપનીના બે ગુર્ગાઓ કામે લાગ્યા હોવાનું કહેવામાં આવ્યું હોવાનું સુત્રો કહી રહ્યા છે.
પોલીસ ટીમ એલર્ટ મોડ પર
આ ધમકીભર્યો ઓડિયો મળ્યા બાદ મુંબઈ પોલીસ (Mumbai Police) એક્શનમાં આવી ગઈ છે. સાયબર એક્સપર્ટ (Cyber Expert) મોકલનારની કુંડળી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, પોલીસે મોબાઈલ નંબર અને યુઝર આઈડીને ટ્રેક કરવાનું શરૂ કરી દીધું છે જ્યાંથી આ કોલ આવ્યો હતો. પોલીસ ટીમ એલર્ટ મોડ પર છે અને ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, જે પણ ગુનેગાર હશે તેને જલ્દી પકડી લેવામાં આવશે. એવી આશંકા છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને મળેલો ધમકીભર્યો કોલ 'D કંપની'નો હોઈ શકે છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે તેમને ઓડિયો ક્લિપ પણ મળી છે.
મુંબઈ પોલીસને મળી ચુકી છે 26/11 જેવા હુમલાની ધમકી 
મુંબઈ પોલીસને સતત આવી ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં વધુ એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. પાકિસ્તાનના કેટલાક નંબરના આ કોલમાં 26/11 જેવા હુમલાની ધમકી આપવામાં આવી હતી.તે મામલે વરલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય સમાન અન્ય કોલમાં અંધેરીમાં ઈન્ફિનિટી મોલ, જુહુમાં પીવીઆર અને સાંતાક્રુઝમાં ફાઈવ સ્ટાર હોટલ સહર પર બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ કોલ મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર 112 પર આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ટ્રાફિક પોલીસને વડાપ્રધાન મોદીને લઈને ધમકી મળતા જ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્લી પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ મામલામાં સાયબર સેલની પણ મદદ લેવામાં આવી છે. અહેવાલો અનુસાર, વડાપ્રધાન મોદીને લઈને મુંબઈ ટ્રાફિક પોલીસને મળેલી ધમકીને પગલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એલર્ટ પર રાખવામાં આવી છે. આ પાછળ કોનો હાથ છે તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.