Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની વેબસાઇટ લોન્ચ કરાઇ

મુંબઇમાં  નીતા મુકેશ અંબાણી (Nita Mukesh Ambani) કલ્ચરલ સેન્ટર બનાવામાં આવી રહ્યું છે. આ સેન્ટરની વેબસાઈટનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 31મી માર્ચ, 2023 સુધી આ સેન્ટર બનીને તૈયાર થઇ જશે. નીતા અંબાણીની 50 વર્ષની સાધનાનીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે NMACC વેબસાઈટનું ઓફિશિયલ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જાહેર કરાયેલા એક વિડીયોમાં RRVLના ડાઇરેક્ટર ઇશા અંબાણીએ કલા માટે પોતાની માતા ન
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની વેબસાઇટ લોન્ચ કરાઇ
મુંબઇમાં  નીતા મુકેશ અંબાણી (Nita Mukesh Ambani) કલ્ચરલ સેન્ટર બનાવામાં આવી રહ્યું છે. આ સેન્ટરની વેબસાઈટનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 31મી માર્ચ, 2023 સુધી આ સેન્ટર બનીને તૈયાર થઇ જશે. 
નીતા અંબાણીની 50 વર્ષની સાધના
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે NMACC વેબસાઈટનું ઓફિશિયલ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જાહેર કરાયેલા એક વિડીયોમાં RRVLના ડાઇરેક્ટર ઇશા અંબાણીએ કલા માટે પોતાની માતા નીતા અંબાણીના સમર્પણને વધાવ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી તેમની માતા નીતા અંબાણી નૃત્ય સાધના કરે છે. તેઓ એક બિઝનેસ વુમન છે તો સાથે સાથે સ્પોર્ટ્સના ચાહક અને રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન છે તો સારા ભરતનાટ્યમ ડાન્સર પણ છે. 
ભારતની કલા વિશ્વ સુધી પહોંચે
આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે ભારતની કલાની સુગંધ સમગ્ર વિશ્વ સુધી પહોંચશે. કલાકાર પોતાની કલ્પનાની ઉડાન ભરશે. તેમણે કહ્યું કે આજે હું જે કંઇ છું તે નૃત્યના કારણે છું. ભારતમાં મૂર્તિકલા, નૃત્ય, સંગીત, નાટક અને ચિત્રકારની જૂની પરંપરા છે. મારુ એક સપનું રહ્યું છે કે ભારતની આ કલાની સુગંધ વિશ્વ સુધી પહોંચે. 

 NMACCમાં પરફોર્મિંગ અને વિઝ્યુલ આર્ટનું પ્રદર્શન
ઉલ્લેખનિય છે કે  NMACCમાં પરફોર્મિંગ અને વિઝ્યુલ આર્ટનું પ્રદર્શન કરવામાં આવશે. ત્રણ માળની આ બિલ્ડીંગમાં  પરફોર્મિંગ આર્ટ માટે ધ ગ્રાન્ડ થિયેટર બનાવાશે તથા ધ સ્ટુડિયો થિએટર અને ધ ક્યૂબ જેવા થિએટર બનશે જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.  ગ્રાન્ડ થિએટરમાં 2 હજાર દર્શક એકસાથે બેસી શકશે. ઉપરાંત  કલા પ્રદર્શનમાટે 16 હજાર વર્ગફુટમાં આર્ટ હાઉસ બનશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.