Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળીનો બીજો દિવસ સૂર્યગ્રહણના સૂતકમાં શરૂ થશે, જાણો ક્યારે થશે ગ્રહણનો મોક્ષ

25 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ દિવાળીના બીજા દિવસે સાંજે 25 ઓક્ટોબરના રોજ શરૂ થશે.. જે ખંડ  સૂર્યગ્રહણ છે. જેની અસર ભારતમાં પણ જોવા મળશે..સૂર્ય ગ્રહણ સાંજે 4.40 વાગ્યાથી શરૂ થશે..અને 5.24 સુધી રહેશે..તેના બાર કલાક પહેલા ગ્રહણનો સૂતક કાળ શરૂ થઇ જશે...આ સૂર્યગ્રહણનો સ્પર્શ ભારતમાં સવારે 11.28 કલાકે થઇ જશે.. અને લગભગ 07 કલાક 05 મિનિટ બાદ સાંજે 5 વાગ્યેને 24 મિનિટે મોક્ષ થશે.. ગ્રહણનું સુà
દિવાળીનો બીજો દિવસ સૂર્યગ્રહણના સૂતકમાં શરૂ થશે  જાણો ક્યારે થશે ગ્રહણનો મોક્ષ
25 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ 
વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ દિવાળીના બીજા દિવસે સાંજે 25 ઓક્ટોબરના રોજ શરૂ થશે.. જે ખંડ  સૂર્યગ્રહણ છે. જેની અસર ભારતમાં પણ જોવા મળશે..સૂર્ય ગ્રહણ સાંજે 4.40 વાગ્યાથી શરૂ થશે..અને 5.24 સુધી રહેશે..તેના બાર કલાક પહેલા ગ્રહણનો સૂતક કાળ શરૂ થઇ જશે...આ સૂર્યગ્રહણનો સ્પર્શ ભારતમાં સવારે 11.28 કલાકે થઇ જશે.. અને લગભગ 07 કલાક 05 મિનિટ બાદ સાંજે 5 વાગ્યેને 24 મિનિટે મોક્ષ થશે.. ગ્રહણનું સુતક 12 કલાક પહેલા 24 ઓક્ટોબરની રાતે 11.28 કલાકેજ લાગી જશે...એટલે દિવાળીના પછીના દિવસની સવાર ગ્રહણના સુતક કાળમાં હશે.. 
સુતક દિવાળીના બીજા દિવસ પરોઢીયેથી શરૂ 
શાસ્ત્રો અનુસાર સુતક દરમિયાન મૂર્તિ પૂજા વર્જિત છે. એટલું જ નહીં આ દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓમાં તુલસીના પાન નાંખીને ખાવામાં આવે છે.ગ્રહણ પછી મંદિરોની સફાઈ કર્યા પછી જ પૂજા શરૂ થાય છે. જ્યોતિષીઓના મતે આ વખતે ગ્રહણનો સ્પર્શ ભારતમાં જ રહેશે.
આ રાશિના જાતકો પર અસર 
એવું કોઈ ગ્રહણ નથી કે જે રાશિચક્રને અસર ન કરતું ન હોય, આ ગ્રહણની અસર અલગ-અલગ રાશિઓ પર પણ પડશે. કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ ખૂબ જ સારો સમય લઈને આવી રહ્યું છે. જ્યારે કેટલાક માટે સમય ખૂબ જ ખરાબ રહેશે. તેથી જ ગ્રહણ સમયે તેઓ ભગવાનનું નામ લેતા હોય છે. આ ગ્રહણ મીન રાશિના લોકો માટે થોડું ખરાબ રહેશે, જ્યારે સિંહ રાશિના લોકોને પૈસા મળશે. આ સિવાય ધન અને મકર રાશિના જાતકોને આ ગ્રહણથી લાભ થશે.
Advertisement
Tags :
Advertisement

.