Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

EDએ પહેલા દિવસે રાહુલ ગાંધી સાથે 8.30 કલાક પૂછપરછ કરી, મંગળવારે ફરી બોલાવ્યા

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. જ્યાં નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં બે તબક્કામાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આજના દિવસની પૂછપરછ પુરી થઇ છે અને રાહુલ ગાંધી હવે ઇડી ઓફિસમાંથી નિકળી ગયા છે.  તપાસ એજન્સી દ્વારા લગભગ સાડા આઠ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.  આ સિવાય આવતીકાલે એટલે કે મંàª
edએ પહેલા દિવસે રાહુલ ગાંધી સાથે 8 30 કલાક પૂછપરછ કરી  મંગળવારે ફરી બોલાવ્યા
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. જ્યાં નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં બે તબક્કામાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આજના દિવસની પૂછપરછ પુરી થઇ છે અને રાહુલ ગાંધી હવે ઇડી ઓફિસમાંથી નિકળી ગયા છે.  તપાસ એજન્સી દ્વારા લગભગ સાડા આઠ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.  આ સિવાય આવતીકાલે એટલે કે મંગળવારે રાહુલ ગાંધીને ફરી વખત પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી લગભગ 11.10 વાગ્યે એપીજે અબ્દુલ કલામ રોડ પર EDના મુખ્યાલય પહોંચ્યા હતા. કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા અને લગભગ 20 મિનિટ સુધી તેમની હાજરી રેકોર્ડ કર્યા બાદ પૂછપરછ શરુ કરવામાં આવી હતી. બપોરે લન્ચ બ્રેક આપ્યા બાદ ફરી વખત પૂછપરછ શરુ કરાઇ હતી. લંચ બ્રેક દરમિયાન રાહુલ ગાંધી પોતાના માતા સોનિયા ગાંધીને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ તેઓ ફરી ઇડી ઓફિસ પહોંચ્યા હતા. ત્યારબાદ સાંજે લગભગ 9.30 વાગે તેમને છોડી દેવામાં આવ્યા હતો. 
ઈડીએ પહેલા રાઉન્ડમાં રાહુલ ગાંધીની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરી હતી. જ્યારે બીજા રાઉન્ડમાં સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. રાહુલ ગાંધીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ પોતાનું નિવેદન લેખિતમાં આપ્યું હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે  રાહુલ ગાંધીની પૂછપરછથી નારાજ કોંગ્રેસના કાર્યકરો તથા દિગ્ગજ નેતાઓએ રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નેશનલ હેરાલ્ડ કેસમાં પહેલીવાર EDની પૂછપરછનો સામનો કરી રહેલા રાહુલ ગાંધી મોટાભાગના પ્રશ્નો પર મૌન રહ્યા. રાહુલ ગાંધીએ યંગ ઈન્ડિયા લિમિટેડ (YIL) કંપનીની રચના, તેનું ભંડોળ, કોંગ્રેસ પાર્ટી દ્વારા એસોસિએટેડ જનરલ લિમિટેડ (AJL)ને 90 કરોડ રૂપિયાની લોન અને YILને AJL વેચવાની પ્રક્રિયા સંબંધિત પ્રશ્નો અંગે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.