Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અયોધ્યામાં ઝડપથી ચાલી રહ્યું છે રામ મંદિરનું નિર્માણ કાર્ય

અયોધ્યા (Ayodhya)માં આજે સંપૂર્ણ રીતે શાંતિ છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્ણય બાદ વર્ષો જૂના વિવાદનો અંત આવ્યો છે. આજે એ દિવસ છે જ્યારે 30 વર્ષ પહેલા ઉગ્ર ટોળાએ બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું. હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રામ નગરીને પણ પ્રવાસનના દૃષ્ટિકોણથી તૈયાà
અયોધ્યામાં ઝડપથી ચાલી રહ્યું છે રામ મંદિરનું નિર્માણ કાર્ય
અયોધ્યા (Ayodhya)માં આજે સંપૂર્ણ રીતે શાંતિ છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્ણય બાદ વર્ષો જૂના વિવાદનો અંત આવ્યો છે. આજે એ દિવસ છે જ્યારે 30 વર્ષ પહેલા ઉગ્ર ટોળાએ બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું. હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રામ નગરીને પણ પ્રવાસનના દૃષ્ટિકોણથી તૈયાર કરવામાં આવી રહી છે.  વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિરના નિર્માણની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. 
આજે પરસ્પર ભાઇચારો 
30 વર્ષ પહેલાં આજના દિવસે 6 ડિસેમ્બર, 10992ના  દિવસે વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું તે દિવસે એક સમુદાયે બ્લેક ડે મનાવવાની જાહેરાત કરી હતી જ્યારે બીજા જૂથે શૌર્ય દિવસની જાહેરાત કરી હતી. જો કે વિવાદ ખતમ થયા બાદ આ બંને દિવસોનું કોઈ મહત્વ નથી. જો મહત્વ હોય તો માત્ર પરસ્પર ભાઈચારો જ પ્રગતિ અને વિકાસનો માર્ગ મોકળો કરી શકે છે. વિવાદો સદીઓ સુધી ચાલે છે, હજારો લોકો માર્યા જાય છે પરંતુ તેનાથી કોઈનું ભલું થતું નથી.
2024માં નવું મંદિર બની જશે
હાલ અયોધ્યામાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. એવું લાગે છે કે બંને પક્ષો સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા તેમને આપવામાં આવેલી જમીન પર પોતપોતાના નવા બાંધકામો વિકસાવવા માટે વધુ ચિંતિત છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કે જેને વિશાળ રામ મંદિર બનાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે, તેના દ્વારા અગાઉ જ જાહેરાત કરાઇ હતી કે ભક્તો જાન્યુઆરી 2024થી નવા મંદિરમાં પ્રાર્થના કરી શકશે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ, 2020માં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો અને ત્યારથી મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
 
Advertisement
Tags :
Advertisement

.