Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું કાવતરું તિહાર જેલમાં રચાયું હતું

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પ્લાન તિહાર જેલમાં એવી રીતે ઘડવામાં આવ્યો હતો કે જાણે કોઈ ફિલ્મી વાર્તા હોય. મીડિયા રિપોર્ટસ મુજબ લોરેન્સ બિશ્નોઈએ જેલમાં રહીને મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેમાં તેને કેનેડામાં બેઠેલા તેના ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મદદ કરી હતી. ગોલ્ડી બ્રારની મદદથી બિશ્નોઈએ તેના ભાઈને યુરોપ શિફ્ટ કરાવ્યો હતો.સિદ્ધુ મૂસેવાàª
સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું કાવતરું તિહાર જેલમાં રચાયું હતું
Advertisement
પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પ્લાન તિહાર જેલમાં એવી રીતે ઘડવામાં આવ્યો હતો કે જાણે કોઈ ફિલ્મી વાર્તા હોય. મીડિયા રિપોર્ટસ મુજબ લોરેન્સ બિશ્નોઈએ જેલમાં રહીને મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેમાં તેને કેનેડામાં બેઠેલા તેના ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મદદ કરી હતી. ગોલ્ડી બ્રારની મદદથી બિશ્નોઈએ તેના ભાઈને યુરોપ શિફ્ટ કરાવ્યો હતો.
સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય કાવતરાખોર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પંજાબ પોલીસ સાત દિવસના રિમાન્ડ પર માનસાથી મોહાલી લાવી છે. બુધવારે પોલીસ ટીમે બિશ્નોઈના 10 દિવસના રિમાન્ડ લીધા હતા, પરંતુ કોર્ટે માત્ર સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પંજાબની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે. 
 બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે મૂસેવાલાની હત્યાના થોડા સમય બાદ બિનસત્તાવાર ફેસબુક એકાઉન્ટ પરથી દાવો કર્યો હતો કે તેણે મૂસેવાલાની હત્યા કરી હતી. બ્રારે તેને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઈની પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે વિકી મિદુખેડાની હત્યા બાદ સિદ્ધુની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
રિપોર્ટ મુજબ, લોરેન્સ બિશ્નોઈએ તિહાર જેલમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બિશ્નોઈએ કેનેડામાં બેઠેલી ગેંગના સભ્ય ગોલ્ડી બ્રાર સાથે ફોન પર હત્યાના પ્લાનિંગ માટે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિશ્નોઈએ પહેલા ઘરમાં મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું પરંતુ સુરક્ષા કર્મચારીઓના કારણે તે શક્ય બન્યું ન હતું. આ પછી ઘરની બહાર બીજું ષડયંત્ર પણ નિષ્ફળ ગયું હતું. 
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેંગના સભ્યો લોરેન્સ બિશ્નોઈના નિર્દેશ પર મૂસેવાલા પર સતત નજર રાખતા હતા. હત્યાના દિવસે જ્યારે મૂસેવાલા બુલેટ પ્રૂફ વાહન અને સુરક્ષાકર્મીઓ વગર ઘરની બહાર નીકળ્યો ત્યારે બિશ્નોઈને જેલને જાણ કરવામાં આવી હતી. આ પછી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર લોરેન્સ બિશ્નોઈએ ગોલ્ડી બ્રારની મદદથી તેના ભાઈ અનમોલ બિશ્નોઈને યુરોપ શિફ્ટ કરાવ્યો જેથી તે પોલીસની કાર્યવાહીથી બચી શકે.
Tags :
Advertisement

.

×