Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્ર સરકારે જનતાને નવી ભેટ આપવાનો કર્યો નિર્ણય, 8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા

વર્ષના આગમન સાથે જ કેન્દ્ર સરકારે જનતાને નવી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે તમે બધા મફતમાં ટીવી જોઈ શકો છો. કેન્દ્રીય કેબિનેટે બુધવારે 2,539.61 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક ડેવલપમેન્ટ સ્કીમ સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ યોજના દ્વારા સરકારે અંતરિયાળ, આદિવાસી અને સરàª
કેન્દ્ર સરકારે જનતાને નવી ભેટ આપવાનો કર્યો નિર્ણય  8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા
વર્ષના આગમન સાથે જ કેન્દ્ર સરકારે જનતાને નવી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે તમે બધા મફતમાં ટીવી જોઈ શકો છો. કેન્દ્રીય કેબિનેટે બુધવારે 2,539.61 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક ડેવલપમેન્ટ સ્કીમ સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ યોજના દ્વારા સરકારે અંતરિયાળ, આદિવાસી અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને આઠ લાખથી વધુ ડીડી ફ્રી સેટ-ટોપ બોક્સનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે

ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શને આધુનિક બનાવવા 2,539 કરોડની ફાળવણી 
પ્રસાર ભારતી ઓલ ઇન્ડિયા રેડિયો (એઆઇઆર) અને દૂરદર્શન (ડીડી) એમ બે મહત્ત્વપૂર્ણ પ્રસારણ વિભાગોને સુધારવા અને આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 સુધીમાં આ હેતુ માટે રૂ.2,539.61 કરોડની ફાળવણી કરી છે.માધ્યમ છે.
કોને લાભ મળશે 
અંતરિયાળ અને બોર્ડર એરિયામાં રહેતા લોકોને મફતમાં સેટ ટોપ બોક્ષ મળશે એટલે કે તેઓ મફતમાં ટીવી ચેનલો જોઈ શકશે. હાલમાં દૂરદર્શન 28 રિજનલ ચેનલ સહિત 36 ટીવી ચેનલ ચલાવે છે તો ઓલ ઇન્ડિયા રેડિયો 500 થી વધુ પ્રસારણ કેન્દ્રોનું સંચાલન કરે છે. આ યોજનાથી દેશમાં એઆઈઆર એફએમ ટ્રાન્સમિટર્સનો વ્યાપ ભૌગોલિક વિસ્તાર દ્વારા 66 ટકા અને વસતીના હિસાબે 80 ટકા થઈ જશે, જે અનુક્રમે 59 ટકા અને 68 ટકા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.