મજૂરો પર ગ્રેનેડથી હુમલો કરનારો આતંકી ઇમરાન બશીર ઠાર
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના નૌગામના શોપિયાંમાં આતંકી (Terrorist) ઈમરાન બશીર ગનીના મોતના સમાચાર મળી રહ્યા છે. તે એક હાઇબ્રિડ આતંકવાદી હતો. શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જે દરમિયાન ઈમરાન બીજા અન્ય એક આતંકીની ગોળીથી માર્યો ગયો હતો.ઇમરાન બશીર જીવતો ઝડપાયો હતોજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં બહારના મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદી ઈમરાન બશીર ગની જીવતો ઝડપાઈ ગયો હતો, ત્àª
Advertisement
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના નૌગામના શોપિયાંમાં આતંકી (Terrorist) ઈમરાન બશીર ગનીના મોતના સમાચાર મળી રહ્યા છે. તે એક હાઇબ્રિડ આતંકવાદી હતો. શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જે દરમિયાન ઈમરાન બીજા અન્ય એક આતંકીની ગોળીથી માર્યો ગયો હતો.
ઇમરાન બશીર જીવતો ઝડપાયો હતો
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં બહારના મજૂરો પર ગ્રેનેડ ફેંકનાર આતંકવાદી ઈમરાન બશીર ગની જીવતો ઝડપાઈ ગયો હતો, ત્યારબાદ તેના દ્વારા કરવામાં આવેલા ખુલાસાના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન શોપિયાંના નૌગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.
શોપિયાંમાં બે મજૂરો પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં થયેલા આતંકી હુમલામાં ઉત્તર પ્રદેશના બે મજૂરોના મોત થયા હતા. બંને રાજ્યના કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા. કાશ્મીર ઝોન પોલીસે મંગળવારે એક ટ્વિટ કર્યું કે આતંકવાદીઓએ હરમન પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં યુપીના બે મજૂર મનીષ કુમાર અને રામ સાગર ઘાયલ થયા. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બંને કન્નૌજના રહેવાસી હતા. થોડા દિવસો પહેલા શોપિયાંમાં એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ગ્રેનેડ ફેંકનાર આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી
અન્ય એક ટ્વિટમાં પોલીસે કહ્યું કે ગ્રેનેડ ફેંકનાર આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે 'શોપિયા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈમરાન બશીર ગની છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાઇબ્રિડ આતંકવાદી છે. વધુ તપાસ અને દરોડા ચાલુ છે.
કાશ્મીરી પંડિતને 15 ઓક્ટોબરે ગોળી મારી હતી
આ પહેલા 15 ઓક્ટોબરે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડમાં કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટની તેમના ઘર પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો--કોંગ્રેસને આજે મળશે ગાંધી પરિવારની બહારના પ્રમુખ