Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ તો હજુ શરુઆત છે, તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી જઇ શકે છે : હવામાન વિભાગની આગાહી

છેલ્લા ઘણા દિવસોથી ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. યુપી, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં તાપમાન સતત વધી રહ્યું છે. આકાશમાંથી વરસતી આગ શરીરને બાળી રહી છે. હવામાન વિભાગ દ્વારા વિવિધ એલર્ટ અને એડવાઇઝરી જાહેર કરવામાં આવી રહી છે. ગરમીએ છેલ્લા 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. એપ્રિલ મહિનાના તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન કેન્દ્રના ડાયરે
આ તો હજુ શરુઆત છે  તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી જઇ શકે છે   હવામાન વિભાગની આગાહી
છેલ્લા ઘણા દિવસોથી ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. યુપી, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં તાપમાન સતત વધી રહ્યું છે. આકાશમાંથી વરસતી આગ શરીરને બાળી રહી છે. હવામાન વિભાગ દ્વારા વિવિધ એલર્ટ અને એડવાઇઝરી જાહેર કરવામાં આવી રહી છે. ગરમીએ છેલ્લા 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. એપ્રિલ મહિનાના તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 
હવામાન કેન્દ્રના ડાયરેક્ટર જનરલ ડૉ. એમ મહાપાત્રાના જણાવ્યા અનુસાર ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં સરેરાશ મહત્તમ તાપમાન અનુક્રમે 35.90 ડિગ્રી સેલ્સિયસ અને 37.78 ડિગ્રી સેલ્સિયસ સાથે છેલ્લા 122 વર્ષમાં સૌથી વધુ હતું. તેમણે કહ્યું કે માર્ચ અને એપ્રિલમાં દેશના મધ્ય ભાગોમાં તાપમાન સામાન્ય તાપમાન કરતા વધારે હતું. 
હજુ ગરમી વધશે...
આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક ચિંતાજનક આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આ તો હજુ શરુઆત છે, તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. IMD એ જણાવ્યું છે કે હવામાનશાસ્ત્રના દૃષ્ટિકોણથી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય તે શક્ય છે. મે મહિનો સૌથી ગરમ મહિનો હોવાથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ થઇ શકે છે. જો કે આ તાપમાન ઓલ ટાઇમ હાઇ નહીં હોય, કારણ કે ત્યાં પહેલા પણ મહત્તમ તાપમાન 52.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
Advertisement

ઉત્તર પ્રદેશમાં તાપમાન 47 ડિગ્રીને પાર પહોંચ્યું
ઉત્તર પ્રદેશના બાંદામાં ગઇકાલે 47.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સિવાય અન્ય ઘણા સ્થળોએ પણ મહિનાનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. ઘણી જગ્યાએ તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર કરી ગયો હતો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઝાંસી અને લખનૌમાં અનુક્રમે 46.8 ડિગ્રી સેલ્સિયસ, 46.2 ડિગ્રી સેલ્સિયસ અને 45.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તો હરિયાણાના ગુરુગ્રામ અને મધ્ય પ્રદેશના સતનામાં પણ આ મહિને સૌથી વધુ 45.9 ડિગ્રી સેલ્સિયસ અને 45.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 
કોરોના કરતાં ગરમીની વધારે ચિંતા
સમય પહેલા આકરી ગરમીને કારણે ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયાની એક અબજથી વધુ વસ્તી તીવ્ર ગરમી અને ગહીટવેવની ઝપેટમાં આવી છે. વૈજ્ઞાનિકોએ આ ગંભીર હવામાન માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણાવ્યું છે. તબીબોનું કહેવું છે કે હાલમાં કોરોનાના સંભવિત ચોથી લહેર કરતાં ગરમી વધુ ચિંતાનો વિષય છે. ગરમીના કારણે લોકો વધુ બીમાર પડી રહ્યા છે. બીજી તરફ દિલ્હી સ્થિત હવામાન વિભાગે કહ્યું છે કે આગામી ત્રણ દિવસ સુધી આકરી ગરમી યથાવત રહેશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં પારો 47 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. હવામાન વિભાગે શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આટલી બધી ગરમી કેમ પડી રહી છે?
હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં બિલકુલ વરસાદ નથી થયો. સામાન્ય રીતે માર્ચ-એપ્રિલમાં હળવો વરસાદ પડતો હતો, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થતો હતો, પરંતુ આ વખતે એવું નથી. 1 માર્ચથી અત્યાર સુધીમાં સરેરાશ વરસાદમાં 87 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ જ કારણ છે કે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.
Tags :
Advertisement

.