સુપ્રીમ કોર્ટ: અપરિણીત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ સુરક્ષિત ગર્ભપાત કરવાનો અધિકાર છે
મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ(MTP ACT) હેઠળ પરિણીત મહિલા દ્વારા બળજબરીથી ગર્ભાવસ્થાને બળાત્કાર તરીકે ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે( Suprem court) ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન આમહત્ત્વપૂર્ણ વાત ટીપ્પણી કરી હતી. મહિલાઓને મળતા અધિકાર માટે આ એક મહત્વપૂર્ણ ટિપ્પણી છે. વર્ષોથી ચાલતી સામાજીક પરિસ્થિતિ સામે આજો સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓને તેમના પોતાના શરીર પરના હકનો અધિકારને વિસ્àª
Advertisement
મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ(MTP ACT) હેઠળ પરિણીત મહિલા દ્વારા બળજબરીથી ગર્ભાવસ્થાને બળાત્કાર તરીકે ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે( Suprem court) ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન આમહત્ત્વપૂર્ણ વાત ટીપ્પણી કરી હતી. મહિલાઓને મળતા અધિકાર માટે આ એક મહત્વપૂર્ણ ટિપ્પણી છે. વર્ષોથી ચાલતી સામાજીક પરિસ્થિતિ સામે આજો સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓને તેમના પોતાના શરીર પરના હકનો અધિકારને વિસ્તૃત રુપે વ્યાખ્યાયિત કર્યો છે.
MTP એક્ટ હેઠળ અપરિણીત મહિલાઓને પણ છે ગર્ભપાતનો અધિકાર, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં અપરિણીત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટમાંથી અપરિણીત મહિલાઓને બાકાત રાખવાનું ગેરબંધારણીય છે, જે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચેના ગર્ભપાતના અધિકારનો બાધિત કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં અપરિણીત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે અમ પણ કહ્યું છે કે ભારતમાં તમામ મહિલાઓને પસંદગી કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું છે કે ભારતમાં અપરિણીત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ સુરક્ષિત ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો અર્થ એ છે કે હવે અપરિણીત મહિલાઓને પણ 24 અઠવાડિયા સુધીનો ગર્ભપાત કરવાનો અધિકાર મળી ગયો છે. SC એ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી રૂલ્સના નિયમ 3-Bને વિસ્તૃત વ્યાખ્યાિત કર્યો છે. તમને જણાવી દઈએ કે સામાન્ય કેસમાં 20 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછા સમયના ગર્ભપાતનો અધિકાર અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને જ હતો.
સ્વતંત્રતાનો અધિકાર અપરિણીત મહિલાને પરિણીત મહિલાના સમાન બાળકનો અધિકાર આપે છે
ભારતમાં ગર્ભપાત કાયદા હેઠળ, પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચે કોઈ ભેદ નથી. ગર્ભપાતના હેતુ માટે ગર્માંભપાતમાં વૈવાહિક દુષ્કર્મનો પણ સમાવેશ થાય છે. SCએ ચુકાદો આપ્યો છે કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ અપરિણીત મહિલાઓને લિવ-ઇન રિલેશનશિપમાંથી બાકાત રાખવાનું ગેરબંધારણીય બનાવે છે, જે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચેના ગર્ભપાતના અધિકારને ખતમ કરે છે. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે કલમ 21 હેઠળ પ્રજનન, ગૌરવ અનેગોપનીયતાની સ્વતંત્રતાનો અધિકાર અપરિણીત મહિલાને પરિણીત મહિલાના સમાન બાળકનો અધિકાર આપે છે.
ગર્ભપાત પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
કોર્ટે કહ્યું હતું કે 20-24 અઠવાડિયાની વચ્ચે ગર્ભપાત કરતી અવિવાહિત અથવા અપરિણીત ગર્ભવતી મહિલાઓને ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવો જ્યારે આવી સ્થિતિમાં પરિણીત મહિલાઓને મંજૂરી આપવીએ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન હશે. કોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાનો લાભ સંકુચિત પિતૃસત્તાક સ્ટીરિયોટાઈપના આધારે નક્કી ન કરવો જોઈએ. આ સાથે, કાયદાનો આત્મા સમાપ્ત થઈ જશે.
સ્ત્રીની વૈવાહિક સ્થિતિ અનિચ્છનીય ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાનો તેનો અધિકાર છીનવી શકે નહીં.
કોર્ટે એમટીપી (મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ) એક્ટનું અર્થઘટન કરીને કહ્યું કે સ્ત્રીની વૈવાહિક સ્થિતિ અનિચ્છનીય ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાનો તેનો અધિકાર છીનવી શકે નહીં. મહિલા પરિણીત હોય કે અપરિણીત, તેણીને MTP એક્ટ હેઠળ ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા સુધીનો ગર્ભપાત કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે બળાત્કારમાં ગર્ભપાતનો હેતુ સ્થાપિત કરવા માટે વૈવાહિક બળાત્કારનો સમાવેશ થાય છે.
બદલાતા સામાજિક વાતાવરણને ધ્યાનમાં લેવું જોઈએ
કોર્ટે અવલોકન કર્યું હતું કે આધુનિક સમયમાં કાયદો વ્યક્તિના અધિકારો માટે લગ્ન એ પૂર્વશરત છે તેવી ધારણાને નકારી રહ્યો છે. MTP કાયદાએ આજની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવી જોઈએ અને જૂના ધોરણોથી બંધાયેલું ન હોવું જોઈએ. કાયદો સ્થિર ન રહેવો જોઈએ અને બદલાતા સામાજિક વાતાવરણને ધ્યાનમાં લેવું જોઈએ.મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ પરિણીત મહિલા દ્વારા બળજબરીથી ગર્ભાવસ્થાને બળાત્કાર તરીકે ગણવામાં આવે છે. ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાત માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ સાંભળીને કોર્ટે કહ્યું કે પરિણીત મહિલાઓની જેમ અવિવાહિત મહિલાઓ પણ કોઈની મંજૂરી વગર 24 અઠવાડિયા સુધીનો ગર્ભપાત કરાવી શકે છે. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પરિણીત હોય કે અપરિણીત તમામ મહિલાઓને સુરક્ષિત ગર્ભપાતનો અધિકાર છે.
પોતાના શરીર પર મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટનો આ મોટો નિર્ણય
ગર્ભપાત અને શરીર પર મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય આપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, "વિવાહિત મહિલાઓ પણ બળાત્કારનો શિકાર બની શકે છે. બળાત્કાર એટલે સંમતિ વિના સંબંધ બાંધવો અને પાર્ટનર દ્વારા હિંસા એ હકીકત છે. આવા કિસ્સાઓમાં, સ્ત્રી બળજબરીથી ગર્ભવતી પણ બની શકે છે. કોર્ટે કહ્યું કે જો આ રીતે પરિણીત મહિલા બળજબરીથી સેક્સને કારણે ગર્ભવતી બને છે તો તે પણ બળાત્કાર સમાન બની શકે છે. કોર્ટે કહ્યું, 'કોઈપણ પ્રેગ્નન્સી જેમાં મહિલા કહે છે કે તેને બળજબરીથી કરવામાં આવી છે, તેને બળાત્કાર માની શકાય છે.'
પોતાના શરીર પર સ્ત્રીનો અધિકાર છે: SC
એમટીપી એક્ટનો ઉલ્લેખ કરતા, જસ્ટિસ એસ બોપન્ના અને જસ્ટિસ જેપી પારડીવાલાની બનેલી બેંચે કહ્યું કે અપરિણીત મહિલા પણ કોઈની પરવાનગી વિના 24 અઠવાડિયાના સમયગાળા માટે ગર્ભપાત કરાવી શકે છે. છૂટાછેડા લીધેલ, વિધવા મહિલાઓ હાલના નિયમો અનુસાર 20 અઠવાડિયા પછી ગર્ભપાત કરાવી શકતી નથી. અન્ય મહિલાઓ માટે 24 અઠવાડિયા સુધી ગર્ભપાતની મંજૂરી આપવાની જોગવાઈ છે. તેના પર કોર્ટે કહ્યું કે કાયદો સાંકડા આધાર પર વર્ગીકરણ કરી શકે નહીં. ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે ગર્ભપાત કરાવવો, તે સ્ત્રીના પોતાના શરીર પરના અધિકાર સાથે જોડાયેલી બાબત છે.
25 વર્ષની ગર્ભવતી સિંગલ છોકરીની અરજી પર SCનો નિર્ણય
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મહિલા પાસેથી આ અધિકાર છીનવી લેવો તે તેની ગરિમાને કચડી નાખવા સમાન છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય 25 વર્ષની અવિવાહિત યુવતીની અરજી પર સુનાવણી કરતા આપ્યો છે. યુવતી 24 અઠવાડિયાની ગર્ભવતી હતી અને દિલ્હી હાઈકોર્ટે તેને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી ન હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તે આ બાળકને દત્તક લેવા માટે કોઈને આપી શકે છે. જો કે, 21 જુલાઈએ જ સુપ્રીમ કોર્ટે આ મામલામાં યુવતીને રાહત આપતાં કહ્યું હતું કે જો તે તબીબી રીતે ગર્ભપાત કરાવવાની સ્થિતિમાં છે, તો તે થઈ શકે છે. ત્યારે કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ પર વિચાર કરવાનું પણ કહ્યું હતું, જેના હેઠળ પરિણીત અને અપરિણીત મહિલાઓ માટે અલગ-અલગ નિયમો છે.