Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલા સાથે અભદ્ર વર્તનની શ્રીકાંત ત્યાગીને મળી આ સજા, યોગી ઝિંદાબાદના લાગ્યા નારા

નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે અભદ્ર વર્તનના આરોપી શ્રીકાંત ત્યાગી સામે હવે પોલીસ-પ્રશાસનની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ કેસમાં પોલીસ સ્ટેશન ફેઝ 2ના ઈન્ચાર્જ સુજીત ઉપાધ્યાયને અગાઉ બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી આજે એટલે કે સોમવારે સવારે જ પ્રશાસનના બુલડોઝરથી ત્યાગીના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. વળી આ ઘટના સમયે યોગી જિંદ
મહિલા સાથે અભદ્ર વર્તનની શ્રીકાંત ત્યાગીને મળી આ સજા  યોગી ઝિંદાબાદના લાગ્યા નારા
Advertisement
નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે અભદ્ર વર્તનના આરોપી શ્રીકાંત ત્યાગી સામે હવે પોલીસ-પ્રશાસનની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ કેસમાં પોલીસ સ્ટેશન ફેઝ 2ના ઈન્ચાર્જ સુજીત ઉપાધ્યાયને અગાઉ બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી આજે એટલે કે સોમવારે સવારે જ પ્રશાસનના બુલડોઝરથી ત્યાગીના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. વળી આ ઘટના સમયે યોગી જિંદાબાદના નારા પણ લાગ્યા હતા. 
એક મહિલા સાથે અભદ્ર વર્તન કરનારા શ્રીકાંત ત્યાગી હજુ પણ ફરાર છે. પોલીસના તમામ પ્રયાસો છતાં તે હજુ સુધી તેમના હાથમાં આવ્યો નથી. પોલીસે તેને પકડવા માટે 8 ટીમો બનાવી છે. નોઈડા પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું છે કે, ટૂંક સમયમાં શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવામાં આવશે. આલોક કુમારે કહ્યું કે, શ્રીકાંત સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને તેની તમામ ગેરકાયદેસર મિલકતો પણ જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીકાંત ત્યાગીનું હથિયાર લાઇસન્સ પણ ટૂંક સમયમાં રદ કરવામાં આવશે.
નોઇડા ઓથોરિટીએ સોમવારે (8 ઓગસ્ટ, 2022) ઉત્તર પ્રદેશના નોઇડામાં ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે દુર્વ્યવહાર કર્યું હતું. આ ઘટના ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ ગઇ હતી. વળી આ ઘટના બાદ આજે સવારે શ્રીલાંક ત્યાગીના ફ્લેટ પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. વળી આ ઘટના બાદ સોસાયટીના લોકોમાં એક રીતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સોસાયટીના લોકોએ આ દરમિયાન એક બીજાના મીઠાઇઓ ખવડાવી હતી અને ઉજવણી કરતા યોગી જિંદાબાદના નારા લગાવ્યા હતા.

સોસાયટીમાં રહેતા લોકોએ જણાવ્યું કે, તેઓએ (ત્યાગી પરિવાર) બિલ્ડરના નકશાથી અલગ ફ્લેટને મહેલ જેવો બનાવ્યો હતો. તેને બિલ્ડર જેવું જ હોવું જોઈએ... તે પણ તોડવો જોઈએ. તેઓ સોસાયટીના લોકોને ધમકાવતા હતા. અમે તેના પાર્કની આસપાસ જઇએ ત્યારે તે કૂતરાને છોડી દેવાની ધમકી આપતા હતા. આ જ કારણ છે કે લોકો ત્યાં જતા ડરતા હતા. બે વર્ષ પહેલા, ત્યાગીની પત્ની અનુએ કથિત રીતે બાળકોની લડાઈમાં કેટલાક લોકોને બાઉન્સર દ્વારા માર માર્યો હતો.
નોઈડા પોલીસે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ ગાઝિયાબાદના છે. ધરપકડ કરાયેલા કેટલાક સાથીદારો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જેમની શોધ ચાલુ છે. તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં, લોકેન્દ્ર ત્યાગી, રાહુલ ત્યાગી, રવિ પંડિત, પ્રિન્સ ત્યાગી, નીતિન ત્યાગી, ચર્ચિલ રાણા સહિત 10 થી વધુ લોકો રવિવારે રાત્રે સોસાયટીમાં રહેતી પીડિતાના ઘરે પહોંચ્યા હતા. તેમણે શ્રીકાંત વિરુદ્ધ કેસ દાખલ કરનાર મહિલા સાથે ખરાબ વર્તન કર્યું અને તેને ધમકી આપી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×